________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા. ધનાઢ્યતા, પ્રભુતા, સૈખ્યતા અને સંદર્યતા તેમજ પાટવતાએ કરીને નગરની જાહોજલાલીને મધ્ય સૂર્ય તપતો હતો. તે નગરમાં ગગનમંડળમાં જેની ધ્વજાઓ નૃત્ય કરી રહી છે એવા અનેક મહામનોહર જૈનમંદિરે જેનોની સમૃદ્ધિનું તથા ધર્મની વૃદ્ધિનું સૂચન કરી રહ્યાં હતાં. ત્યાં જીતશત્રુ નામે મહા પરાકમી રાજા રાજ્ય કરતા હતા, જેના પ્રતાપની છાયા તળે પ્રજા સુખી, સંતોષી અને નિર્ભય હતી. ત્યાં વ્યાપારની અનેક પ્રકારે વૃદ્ધિ હતી. શત્રુરૂપ અંધકારના સમૂહને જીતીને નમંડળમાં જેમ ગ્રહરાજને ઉદય થયો હોય તેમ તે રાજ આ ભૂલેકમાં સર્વત્ર પ્રકાશિત-પ્રસિદ્ધ હતાં. વિધિએ દરેક વસ્તુને વિષે જે કે કંઈ પણ દોષ મૂક્યા હોય છે, જેમ કે સમુદ્રમાં ક્ષારપણું, ઇંદુમાં કલંક, વિષ્ણુમાં માયાપણું અને કાદ-. વમાંથી કમળની ઉત્પત્તિ, આવી દોષવાળી વસ્તુને જાણે ત્યાગ કર્યો ન હોય તેમ લક્ષ્મી ઈર્ષ્યાથી તેમને ત્યાગ કરીને નિર્દોષ એવા તે રાજાને ભજતી હતી. શત્રુના સમુદાયે દાનરૂપ જલદના વર્ષાવવાવડે કરીને તે રાજાને પ્રસન્ન કર્યો હતે. એવી રીતે લક્ષ્મી અને બુદ્ધિ બને સ્ત્રીઓ તેની પાસે હોવાથી ઈર્ષ્યાને લીધે કીર્તિરૂપી સ્ત્રી દેશ પરદેશ આ પૃથ્વીમંડળમાં ભ્રમણ કરતી હતી. એ જીતશત્રુ રાજાને ધારિણી નામે પરમ શીલસંપન્ન ત૬૫ ભૂષણવાળી સ્ત્રી હતી. તેને સુંદર છતાં મંદ બુદ્ધિવાળે અમિત્રદમન પુત્ર હતો. તે નગરમાં સમુદ્રદત્ત નામે રાજમાન્ય એ માટે વ્યવહારીઓ વસતો હતો. હીરા, માણેક, મોતી, પ્રવાલ, રત્ન, મણિ, સુવર્ણ વગેરે તેના ઉદરમાં ભર્યા હતાં, અર્થાત્ સમુદ્ર જેમ અનેક રત્નો પોતાના ઉદરમાં સમાવ્યાં છે તેમ આ સમુદ્રદત્તના મંદિરમાં અનેક પ્રકારનું જર ઝવાહીર ઝળકી રહ્યું હતું. “સુભદ્રા” નામે તે શેઠને સુશીલા પત્ની હતી, અને પ્રીતિવડે કરીને ભિન્ન દેહ છતાં જાણે એકજ હોય તેમ રહેતાં હતાં, શરીર જુદાં છતાં બન્નેનાં મન એકરૂપ હતાં, સંસારસુખ જોગવતાં બન્નેને કેટલોક કાળ દેવતાની માફક વ્યતીત થયો. - એક દિવસે એ સુશીલ સુભદ્રાએ પાછલી રાતે સ્વપ્નમાં વેત હાથી જે. પ્રથમ દેવલોકને સ્વામી શકેંદ્ર તેના ઉપર બેઠેલો હતો. તેણે દર્શન આપીને કહ્યું કે “હે તન્વી! તને બુદ્ધિમાન અને લક્ષમી