________________
ધમિલ કુમાર. મધ્યમાં બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્ય પહોળી વેદિકા છે અને તે વેદિકાની બન્ને બાજુએ અઢીસો અઢીસે ધનુષ્ય ન્યૂન બે જોજનના વિસ્તારવાળાં વન આવેલાં છે. જગતીની ચારે બાજુએ મોટા ચાર દરવાજા આવેલા છે, જે દરવાજા આઠ જેજન ઉંચા અને ચાર જન પહાળા છે. દરેક દરવાજાના અધિષ્ઠિત દે છે. પૂર્વ દિશાના દરવાજાનું નામ વિજય, પશ્ચિમ દિશાના દરવાજાનું નામવિજયંત, ઉત્તર દિશાના દરવાજાનું નામ જયંત અને દક્ષિણ દિશાના દરવાજાનું નામ અપરાજિત છે. તે દરવાજાના સ્વામી તેજ નામના દેવે છે. તેનો પરિવાર ઘણે છે. સર્વ દ્વીપસમુદ્રની જગતી વાય ને મણિરત્નોની ભિન્ન ભિન્ન જાતિવડે કરીને બનેલા દરવાજાથી ભી રહી છે. એવી જગતીથી મનહર આ જંબદ્વીપ સર્વે દ્વીપમાં શિરોમણિ સમાન છે. તેમાં પણ ભરતક્ષેત્ર તો વધુમાં પડેલા રત્ન સમાન છે. લાખ જેજનના જંબુદ્વિપમાં ઠેઠ દક્ષિણ દિશાને છેડે ભરતક્ષેત્ર આવેલું છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પર જોજન ને ૬ કળાનું શાસ્ત્રમાં કહ્યું છે. તેની ઉત્તર દિશાએ ચુલ હિમવંત પર્વત પીળા સેનાને છે અને દક્ષિણ, પૂર્વેને પશ્ચિમે લવણસમુદ્ર રહેલો છે. ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ પશ્ચિમ આડે વૈતાઢ્ય પર્વત પડેલ છે. ચુલ્લ હિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહમાંથી નીકળેલી ગંગા અને સિંધુ નદી ઉત્તર ભારતમાં થઈ વૈતાલ્યને ભેદીને દક્ષિણ ભારતમાં આવેલ છે, અને જગતને ભેદીને લવણસમુદ્રને મળેલ છે. એવી રીતે ઉત્તર ભરતના ત્રણ ખંડ અને દક્ષિણ ભારતના ત્રણ ખંડ મળીને આ ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલો છે. ચકવતી એ છએ ખંડ તાબે કરીને સમસ્ત ભરતને અધિપતિ થઈ શકે છે. ત્યારે વાસુદેવ–પ્રતિવાસુદેવ દક્ષિણ ભારતના ત્રણ ખંડ તાબે કરે છે પણ વૈતાઢયને ભેદીને ઉત્તર ભારતમાં જઈ શકતા નથી. વૈતાઢ્ય પર્વતની પહેલી મેખલાએ વિદ્યાધરેના રમણીય ઉત્તર દક્ષિણે પચાસ ન સાઠ નગરે આવેલાં છે. બીજી મેખલાએ તિર્થંભક વ્યંતર દેવતાઓને નિવાસ છે.
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ બાજુના ભરતાર્ધની મધ્યમાં મગધ દેશમાં કુશાગ્રપુર નામે નગર આવેલું છે. જ્યાં વિમાનને વિષે દેવતાઓની માફક યુવાને અનેક પ્રકારે કીડા કરી રહ્યા છે. તેમના
મેષપણથી જ તેઓ મનુષ્ય છે એવું જાણી શકાતું હતું.