________________
૫૭) શરણે સમાધિમરણ આ ભવમાં સાધવું છે, તે તેમની કૃપાથી બની આવશે એવો વિશ્વાસ રાખી, આપણાથી થાય તેટલો પુરુષાર્થ કરી છૂટવો. નિર્ભય રહેતાં શીખવું, કર્મથી પણ હિંમત હારવી નહીં. બધું જશે પણ આત્મા જવાનો નથી એ વારંવાર સાંભળ્યું છે, તો હવે ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' એમ સમજી નિશ્ચિંતપણે, સદ્ગુરુશરણે દેહની દરકાર ઘટાડયા કરવી અને આત્મકલ્યાણનો લક્ષ રાખવો. પરભાવમાં જતી વૃત્તિઓ, પરમકૃપાળુદેવ તરફ વૃષ્ટિ કરી, ભૂલી જવી એ જ હિતકારક છેજ. (બી-૩, પૃ.૬૮૨, આંક ૮૧૮) [ આ મનુષ્યભવનું સાર્થકપણું પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છોડવામાં છેજ. બીજું જપ, તપ,
શાસ્ત્રશ્રવણ આદિ બનો કે ન બનો, પણ સશ્રદ્ધા, એક પરમકૃપાળુદેવે આત્મા જામ્યો છે તેવો જ મારો આત્મા અસંગસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અવિનાશી, પરમ આનંદસ્વરૂપ છે; શરીર, શરીરમાં થતું દુઃખ, સગાં વગેરે કોઈ મારું નથી; મારા એક પરમકૃપાળુદેવ છે તેને મારે ભૂલવા નથી; જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં, દેહ છૂટે તોપણ આત્મા મરવાનો નથી; આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, અને જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાય છે; આ દૃયમાં કોતરી રાખવા યોગ્ય છેજી.
આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે."
(બો-૩, પૃ.૭૦૦, આંક ૮૩૯) D જે જે મુખપાઠ કર્યું છે તેનો ઊંડો વિચાર થાય અને તે મહાપુરુષોના આશ્રમમાં આપણા ચિત્તની પ્રસન્નતા,
રુચિ, ભાવના, નિદિધ્યાસન, વૃત્તિનું વહેલું રહે તેમ કર્તવ્ય છેજી. હવે તો વૃત્તિઓ વિરામ પામે, ઇચ્છાઓ ન ઊગે અને આનંદનો અનુભવ થાય તેમ પરમકૃપાળુદેવને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી. જગત અને જગતની ગણાતી અનુકૂળતાથી કંટાળી, યથાપ્રારબ્ધ, નિઃસ્પૃહપણે, અપરવશપણે પ્રવર્તાય તો જીવ કંઈ શાંતિ અનુભવે. મહાપુરુષોના ઉત્તમ વિચારોનું અવલંબન, પૂ. પ્રભુશ્રીજીનો બોધ, બધું આપણે માટે વાંચીએ છીએ એમ લક્ષ રાખી, કોઈ હોય તો મોટેથી વાંચવું, પણ જનરંજનમાં હવે આપણો કાળ ન જાય, સમાધિમરણની તૈયારી માટે જ રાત અને દિવસ જાય એ ભૂલવા યોગ્ય નથી. સમાધિશતકનો વિશેષ-વિશેષ વિચાર રહ્યા કરે તેમ કર્તવ્ય છે. આ બધું પરમકૃપાળુદેવનું અંતર ઓળખવા અર્થે કરવાનું છે, તે પણ ભૂલવા યોગ્ય નથી. તે મહાપુરુષના આ ભવના અથાગ પુરુષાર્થની સ્મૃતિ અખંડ રાખવા યોગ્ય છેજી. આવું શરણ મળ્યું છે અને જો લાભ નહીં લઈએ તો આપણા જેવા અધમ કોણ કહેવાય ? આવી જોગવાઈ ફરી-ફરી મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા આત્માને સતત જાગ્રત રાખતા રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૩), આંક ૮૯૧)
દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ;
ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ.' સબળ શરણું જેને મળ્યું છે, તેણે હિંમત રાખી સપુરુષાર્થ કર્યો જવાનું જ કામ છે. લોકો ગમે તેમ કહે કે ગમે તેવી મુશ્કેલીઓ મોક્ષમાર્ગમાં પ્રત્યક્ષ નડે તોપણ તેથી ડરી નહીં જતાં “શૂરવીરપણું રહીને જ્ઞાનીને