________________
(પ) 0 આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય, તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ
શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે. તેની નિષ્કારણ કરુણાને નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને દયમાં ઉતારનારને નિર્વાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાભ્ય જેનું છે, એવા નિઃસ્પૃહી મહાત્માનું શરણ આપણને મળ્યું છે, તે જો મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ પામે. એવું એક વાર મરણ જેનું થાય, તેને મોક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવોભવ તેવો લાભ મળતો રહે, એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી, શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન-દિન પ્રેમ-ભક્તિભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી; નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ, બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમ પ્રેમ કર્તવ્ય છેજી. આ લક્ષ જેટલો કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તો વેઠ જેવું છે, કારણ કે આપણી સાથે કંઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કોઈ લઈ શકે એવું નથી, તો આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સદ્વાંચન, વિચાર અર્થે કેમ ન જીવવું? અંતરમાં આ દાઝ જાગશે તો જીવન પલટાઈ જશે. (બી-૩, પૃ.૬૦૪, આંક ૬૯૪)
સદ્ગુરુ પદ ઉપકારને, સંભારું દિનરાત;
જેણે ક્ષણમાંહિ કર્યો, આ અનાથ સનાથ. પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલો પ્રેમ કરશો તેટલો લેખે લાગશે. આપણે બધા એને આશરે પડેલા છીએ. સર્વનું કલ્યાણ એના શરણે રહ્યાથી છે. (બી-૩, પૃ.૬૦૫, આંક ૬૯૭) I એક જ આધાર જેના દ્ધયમાં છે, તેની પ્રગતિ પ્રબળપણે થાય છે. “એક મત આપડી કે ઊભે માર્ગે
તાપડી.” એવી એક વાત છે, તે બહુ બહુ કરી સમજવા જેવી છે. અનેક વસ્તુઓમાં મહત્તા મનાઈ હોય તો તે અનેક આદર્શોમાં, પુરુષાર્થ વિભક્ત થતાં નિર્બળ થઈ જાય છે. (બો-૩, પૃ.૧૫, આંક ૭૧૩) T કોઈ પરમકૃપાળુદેવને ભજનાર હોય તેના પ્રત્યે પ્રમોદ ઘટે છે, તેની દશા વિષે કલ્પના કરવી ઘટતી
નથી. આવા કળિકાળમાં કોઈ પણ પરમકૃપાળુદેવનું શરણ લેશે, તેનું હિત થવા યોગ્ય છે. અયોગ્ય કલ્પના પોતા સંબંધી કરશે, તેમાં તેને નુકસાન છે. આપણે તો ડાળાં મૂકીને થડને (પરમકૃપાળુદેવને) જ વળગવું કે તેમાં કદી શંકાને સ્થાન જ નથી. આવી કુતૂહલવૃત્તિ ઓછી થાય અને પરમકૃપાળુદેવમાં નિઃશંકિતતા વધતી જાય, એ જ કર્તવ્ય મારે તમારે ઘટે છે. (બી-૩, પૃ.૬૭૧, આંક ૮૦૪) 0 કર્મનો વાંક કાઢયા વિના, આટલા કાળ સુધી થયેલ સત્સંગની સ્મૃતિ કરી, જેવા દિવસ આવે તેવા સદ્ગુરુશરણે પ્રસન્નભાવે અને સહનશીલતા સહિત ઉત્તમ રીતે ગાળવા છે, એમ દૃઢતા રાખવી. ગોકુળમાં વસનારી ગોપાંગનાઓને, શ્રીકૃષ્ણ તે ભવમાં ફરી ગોકુળ જઇને મળ્યા નથી, છતાં તેમનાં અખંડિત પ્રેમને લીધે તે ગોપાંગનાઓ આજ સુધી ભક્તિની બાબતમાં ગવાય છે; તેમ પરમકૃપાળુદેવને