________________ 35 સુમિત્રનું દેશાંતર ગમન છે. દેશ વિદેશમાં ફરતાં મેં આપની ઘણી જ કીતિ સાંભળી. આપની દીકરીએ અને રણમાની પણ ઘણી જ પ્રશંસા સાંભળી. આથી હું બીજા દેશમાં વધુ ન રેકાતાં સીધો જ આપને ત્યાં દોડી આવ્યો....” એ ઘણું સારું કર્યું તે સુમિત્ર! હવે તારા સ્વામીએ તને ક્યા કામે મોકલ્યા છે, તે જણાવવા યોગ્ય હોયતો મને જણાવ.” એ શું બોલ્યા રાજન ! આપ જ તે એ કામ કરી શકે તેમ છે. આપને એ નહિ જણાવું તો એ કામ પાર શી રીતે પડશે?..” સુમિત્ર બોલ્યો. બોલવામાં તું ઘણે ઉસ્તાદ લાગે છે સુમિત્ર! જે રાજાને તારા જેવા દૂતો છે એ રાજા કેટલે ભાગ્યશાળી અને પ્રતાપી હશે! એ તે હવે મારે કલ્પના જ કરવી રહી.” આપ પણ રાજ! મારા સ્વામીથી કયાં ઊતર તેવા છે? આપના નામનો ડકે તે દશે દિશાએ વાગે છે. નગરજનો તે ઊઠતાંની સાથે આપનું જ નામ પ્રથમ શ્રવણ કરે છે. પરંતુ મારા સ્વામી અને આપની વચ્ચે એક ઘણો મોટે ભેદ છે....” એ કેવી રીતે ?" “મારા સ્વામીને બે રાજકુંવરે છે. એકને જુઓ ને બીજાને ભૂલે. બુદ્ધિમાં તે જાણે બ્રહસ્પતિ જોઈ લ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust