________________ 178 ભીમસેન ચરિત્ર ઠંડી હતી. દિવસભરના કામને તેને થાક હતો. બબે દિવસથી તેણે કંઈ ખાધું ન હતું. ભૂખથી પેટ ચીસો પાડતું હતું બાળકે બિચારાં ભૂખ્યા તરસ્યાં સૂતાં હતાં. પતિ પરદેશ હતો. કાલે શું બાળકને ખાવા આપીશ તેની સળગતી શિલ્પ હતી. આ બધાને લીધે તે સૂઈ ન શકી. તે બેઠી બેઠી પ્રભુને ફશ્ચિાદ કરવા લાગી. સશીલાને જાળિયા પાસે આવતી જોઈ ભીમસેન જ ખસી ગયો. બારી બંધ થઈ જવાથી હવે કંઈ જેવાં મળવાનું ન હતું, છતાંય તેની ફાટમાંથી તે પ્રયત્ન કરવા લાગ્યા. બારીની ફાટમાંથી જોયું તો સુશીલાની આંખમાં આંસુ દદળતાં હતાં અને એ વિધાતાને પૂછતી હતી : અરેરે ! વિધાતા ! તું કેમ આટલે બધે ફુર અમારા પર શુ છે ? તારા હૈયામાં દયાને જરા ય છાંટો નથી રહ્યો છે શા માટે તું અમને આમ રોજ રોજ રીબાવે છે?” અને તારે જે :ખ જ દેવું છે, તે એ તમામ દુઃખ મને એકલીને જ આપને. બિચારાં આ ફૂલ જેવા કેમી બાળકોને તું શા માટે દુઃખથી દઝાડે છે? એ નિર્દોષ સંતાનોએ તારો શે અપરાધ કર્યો છે? અને માન કે તેઓએ તારે કંઈ અવિનય કે અપરાધ કર્યો હોય તો તેઓની સજા તું મને કર. મને સતાવ. મને શિક્ષા કર. પણ એ બિચારા બાપડાઓને તું શા માટે ભૂખે મારે છે શા માટે હું તેમને ઠંડીમાં થીજવી નાખે છે? શા માટે તું એમનાં ઊંધ-આરામ ને આનંદ છીનવી લે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust