________________ ભાગ્ય પદ્ય 249 હજી કંઈ વિચારે તે પહેલાં જ સુલોચનાએ તેને છાતી સરસી ચાંપી દીધી અને ધાર આંસુએ રડવા લાગી. રડતાં રડતાં બબડતી ગઈ મોટીબેન ! તમારી આ દશા ? મને તો મળવું હતું ? શું તમે મને પણ પારકી ગણી ? મેટી ...બેન... મો....ટી .બે ન ના રડ, મારી બેન. ના 23. સૌ કર્મના ખેલ છે. કર્માની સત્તા આગળ કોનું ચાલ્યું છે, તે મારું ચાલે ? સૌએ પિતાનાં કરેલાં કર્મો ભેગવે જ છુટકો છે. માટે બેન ! આંસુ લુછી નાંખ. રડવાથી કંઈ મારાં કર્મ ઓછા કે હળવાં નથી થઈ જવાનાં. ચાલ જવા દે એ બધી દુઃખની વાત. કહે, મારા બનેવીના શા સમાચાર છે! ક્ષેમકુશળ તો છે ને ? મોટીબેન ! તમે કેટલાં બધાં સહિષ્ણુ છે ? મારા સમાચાર પૂછો છો, પણ તમારી તો તમે કંઈ વાત જ નથી કરતાં ?" સુચના એ હૈયાનો ભાર હળવો બનાવતાં કહ્યું. “મારી શું વાત કરું બેન ? મારા જીવનમાં હવે રહ્યું છે પણ શું, કે હું તને કંઈ નવી વાત કરું ?" નિશ્વાસ નાંખી સુશીલાએ કહ્યું. - “તે બેન ! હું તમને તમારા જીવનની એક વાત કહું. જાણુને તમને જરૂર આનંદ થશે.” ખુશીથી કહે બેન ! શુભ સમાચારથી બીજુ રૂડ શુ ?" “મેટીબેન ! મારા બનેવી આ નગરમાં પધાર્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust