________________ - 28 : બાંધવ બેલડી રાજગૃહીના દરબારમાં હરિણ શૂન્યચિત્તો બેઠે હતો. રાજસભામાં અન્ય મંત્રીગણ અને મહાજન પણ બેઠું હતુ. એક પછી એક કામની ચર્ચા ચાલી રહી હતી. સભાનું કામકાજ બધું લગભગ મંત્રીએ જ કરી રહ્યા હતા. હરિઘેણું ના છુટકે જ એ કામકાજમાં કંઈ ભાગ લેતો હતો. - રાજશાસનમાંથી એની રૂચિ ઓછી થઈ ગઈ હતી. પ્રતિભા તો તેની હજી તેવી ને તેવી જ રહી હતી. પરંતુ તેમાં એક મહત્વનો ફેરફાર વર્તાઈ આવતો હતો. એ પ્રતિભામાં સત્તાને રૂવાબ ચાલ્યો ગયો હતો. ત્યાં એનેહનું સૌન્દર્ય ચમકતું હતું. * પોતાના વડીલ બંધુને પિતાના કાચા કાનને લઈને રાતોરાત ભાગવું પડયું હતું, એ યાદથી તેનું હૈયું શેકાઈ રહ્યું હતું. પસ્તાવા ની આગથી તેનું જિગર બળી રહ્યું હતું. એક વખત તેને સત્તાનો મોહ હતો. એ મેહ આજ નષ્ટ બની ગયે હતો. રાજા બનવાની, રાજધુરા પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust