________________ ગુરૂની ગરવી વાણું 349 કઈ કડે મણના હિસાબે એક શ્રીમતે ધાન્યને ઢગલે કર્યો. તેમાં પાશેર જેટલા જ સરસવ ભેળવી દીધા. અને પછી એક ડોશીને એ જુદા કરવા કહ્યું. શું આ શકય છે ખરું? કદાચ શકય બને. પણ એકવાર જે માનવભવથી ભ્રષ્ટ બની ગયો, તે તે કોઈ કાળે પછી પાછે મેળવી શકાતો નથી. એક રાજાએ પોતાના પુત્રને કહ્યું : હે સુત! તું જે મારી શરત પ્રમાણે મને જીતે તે હું તારે રાજ્યાભિષેક કરું. શરત આ પ્રમાણે છે : આપણું રાજસભામાં એક હજાર ને આઠ સ્તંભ છે. દરેક સ્તંભને એકસો ને આઠ ખૂણા છે. જુગારના કેમ વડે એક એક ખૂણાને જીતતા, એક સોને આઠ ખૂણ જીતે ત્યારે એક સ્તંભ છતા કહેવાય. આમ જીતતાં જે તું એકવાર પણ હારે તો તારે ફરીથી, દાવ રમવું પડે. આમ તે દરેક બાજીએ જીતતા ઠેઠ 1008 થંભ જીતી લે તે તને રાજ આપું.” દેવની સહાયથી કદાચ એ પુત્ર બધી બાજી જીતી પણ લે. પરંતુ સુકૃત્ય વિનાનો હારી ગયેલ માનવભવ ફરીને મેળવો દુર્ઘટ છે. જુગારમાં ફરીથી દાવ ખેલી શકાય છે. માનવભવની શરૂઆત એમ ફરી ફરી થતી નથી. એ તે એકવાર હાર્યા તે હાર્યા જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust