________________ પાપ આડે આવ્યાં 381 કરતે હતે. આ રાજા ઘણો જ પ્રતાપી, પરાક્રમી, તેજસ્વી, વિચક્ષણ અને ધર્મપરાયણ હતો. આ રાજાને વેરાવતી નામે રાણી હતી. રૂપ અને સૌન્દર્યમાં તે સમયે તેની કોઈ જેડ નહોતી. તે સુશીલ અને પતિવત્સલા હતી. - આ સિંહગુપ્તને એક માનીતે મંત્રી હતા. વિદ્યાસાગર તેનું નામ હતું. નામ પ્રમાણે જ તે ખરેખર વિદ્યાઓને મહાસાગર હતો. રાજા-રાણી બંનેને અપાર સુખ હતું. ખૂબ જ અશ્વર્ય ને વૈભવ તેમને મળ્યાં હતાં. યૌવન પણ બંનેનું થનગનતું હતું અને બંને સદાય નિરોગી રહેતાં હતાં. લગ્ન કર્યાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં વેગવતીને કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું. આથી તે ચિંતાતુર રહેતી હતી અને આ ચિંતામાં તેનું લાવણ્ય મુરઝાતું જતું હતું. પત્નીને આ રીતે સદાય ઉદાસ રહેતી જોઈ સિંહગુપ્ત તેનું કારણ પૂછ્યું. રાજન ! આપના શાસનમાં દુઃખ તો કોઈ વાત નથી. પરંતુ આ આપણું રાજનૈભવને આપણા પછી ભોગવશે કોણ? સંસાર માંડયાને આપણને ઘણે સમય વ્યતીત થઈ ગયો, છતાંય હજી તેને કોઈ વારસદાર જ નથી એ વિચારથી જ મારું મન હંમેશ ઉદાસ રહે છે.” રાણીએ નિખાલસ ભાવે કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust