________________ 396 ભીમસેન ચરિત્ર વિધિપૂર્વક વંદના કરી તે આચાર્યશ્રીના સન્મુખ બેઠે અને ધર્મ દેશના સંભળાવવા વિનંતી કરી. - આચાર્યશ્રીએ ફરમાવ્યું કે હે ભવ્યામાએ ! આ માનવ જન્મ વારેઘડીએ મળતો નથી. આ જન્મ પામનાર ખરેખર મહાભાગ્યશાળી મનાય છે. આવા અત્યંત દુર્લભ અને મહામૂલા માનવ જન્મને પામી જે જીવે સારાય જીવન પર્યત મોજશેખ અને ભોગ વિલાસમાં જ રચ્યા પચ્યા રહે છે, તેઓ હાથમાં આવેલા ચિંતામણી રત્ન સમાન એવા માનવ ભવને ગુમાવી દે છે. તેવાઓનું જીવ્યું ધૂળ જાય છે. તેમને મનખો એળે જાય છે. માનવ જન્મ પામીને સુજ્ઞ જનોએ પૂરેપૂરું ધર્મારાધન કરવું જોઈએ. આ ધર્મ મુક્તિદાતા છે. શ્રી જિનેશ્વર ભગવંતે એ બે પ્રકારને ધર્મ બતાવ્યો છે. પ્રથમ મહાવ્રત ધર્મ અને બીજે અણુવ્રત ધર્મ. હે રાજન! પ્રથમ ધર્મનું આરાધન કરવાથી આ જીવ નજદીકના ભવમાં જ મુક્તિને પામે છે. આ ધર્મ સથા વિરતિ ક્રિયા રૂપ છે. બીજે અણુવ્રત ધર્મ શ્રાવકોને સુખદાયક છે. આ વૃતાંત - તેની સમ્યક્રપણે આરાધના કરવાથી તે પણ ક્રમશઃ મ્યું. સુખને આપે છે. - ત્રિોને જન્મ જેઓ પ્રથમ ધર્મનું આરાધન કરવાની શક્તિ અને આનંદ નથી, તેઓએ બીજા શ્રાવક ધર્મનું અવશ્ય પાલન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust