________________ 418 ભીમસેન ચરિત્ર માંગુ છું. મોહ અને માયાથી મલિન બનેલા મારા આત્માને જ્ઞાન-દર્શન અને ચારિત્રથી વિશુદ્ધ કરવા માંગું છું. “સ્વામી ! મારી પણ એ જ દશા છે. જ્યારથી મેં મારો પૂર્વભવ જાણ છે, તે પળથી જ મારું મન તો આ સંસાર ઉપરથી ઊઠી ગયું છે. મને કયાંય ચેન પડતું નથી. આ વૈભવ ને વિલાસ, આ સુખ અને સાબી, મને કંટકની જેમ ભેંકાઈ રહી છે. પુત્રની મમતા, તમારી માયા, આ રાજલક્ષમીની મા, આ દેહની આસક્તિ, આ બધાથી મને શું મળવાનું ? એથી જનમોજનમ એક યોનિમાંથી બીજી એનિમાં મારે ભટકયા જ કરવાનું ને ? પણ ના. મારે હવે એ ભવભ્રમણ નથી કરવી. હવે તો એ બંધનો બધા તોડી જ નાંખવા છે. સકલ કર્મનો ક્ષય કરે છે. ' - હવે પછી ન જનમ જોઈએ, ન મૃત્યુ જોઈએ, ન દુઃખ જોઈએ, ન સંતાપ જોઈએ. ન કોઈ કશાયની વળગણ જોઈએ. * હું આત્મા છું. એ આત્મા જ મારે બની રહેવું છે. નશ્વર આ દેહનો સદાયના માટે મારે નાશ કરી નાંખવા છે અને આત્માને આત્મતત્વમાં ભેળવી સંસારને સદાય માટે, સર્વથા અંત આણવે છે.” સુશીલાએ નમ્રભાવે પોતાના આંતરભાવના પ્રગટ કરી. “ધન્ય દેવી ! ધન્ય! તમારી ભાવના અનમેદનીય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust