________________ 428 બંધન તૂટયા કેવળી ભગવંત શ્રી ભીમસેને દેશનાનો પ્રારંભ કર્યો : - “ભવ્યાત્માઓ ! આ સંસાર દુઃખરૂપી દાવાનળથી સતત ભડકે બળી રહ્યો છે. તેમાં કયાંય શાંતિ નથી. વિરામ નથી. સુખ નથી. આધિથી તે ઘેરાયેલું છે, વ્યાધિથી તે વીંટળાચેલે છે ને ઉપાધિથી તે ઉભરાયેલ છે. જન્મ અને મરણના અસહ્ય દુઃખોથી આ સંસાર ભરેલું છે. આ દુઃખરૂપ સંસારનો તમે જે નાશ ઈચ્છતા હૈ, તો ચારિત્રધર્મનું આરાધન કરે. સંસારના તમે અનેક દુઃખ સહન કરે છે, પણ તેથી તમને સાચું ને અક્ષય સુખ મળતું નથી. ઉલટું તેનાથી તમે તમારી ભવની પરંપરામાં વધારો જ કરે છે. આથી ચારિત્રધર્મની આરાધનામાં પડતાં પરિષહોને આત્માના આનંદથી સહન કરે. એ સહન કરવાથી તમારા આત્માને લાગેલા કર્મને બંધને તૂટી જશે. - કમરાજાની ભક્તિ કરવાને બદલે, તમે આ ચારિત્રનરેશની ભક્તિ કરો, સેવા કરો, તેની અહેનિશ પૂજા કરે. - આ સંસારમાં સૌ સ્વાર્થના સગાં છે. તમારા કર્મો ભોગવતી વેળાએ તમને કોઈ સાથ નહિ આપે. તમારા કરેલા કર્મ તમારે એકલાએ જ ભેગવવા પડશે. જેવા કર્મ કરશો, તેવાં જ ફળને પામશે. - આ આત્માને અનાદિકાળથી કર્મરૂપી કચરે બાઝેલ છે. આત્મા ઉપર અનેક શુભાશુભ કર્મના થર જામી ગયા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust