Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 438
________________ - - બંધન તૂટયાં જોયું તે શ્રી ભીમસેન મુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. ઈન્દ્રને આત્મા હરખાઈ ઊઠશે. તરત જ તેણે પોતાના પ્રભાવથી રાજગૃહીમા સુગંધી જળની વર્ષા કરી. સુવાસથી મઘમઘતા પુપની વૃષ્ટિ કરી. દેવેના સમુહ સાથે, દિવ્ય દુંદુભિ એનો નાદ કરતાં ઈદ્ર મહારાજા પૃથ્વી લેકમાં આવ્યા. - જ્યાં મુનિ ભગવંત કેવળજ્ઞાન પામ્યા હતા, એ ભૂમિને એક જન સુધી સુગંધિત કરી. શીતળ છાંય કરી. વિશાળ ને ભવ્ય એવા સુવર્ણ કમળની રચના કરી. “બિરાજે ભગવંત! બિરાજે, અને અમને ધર્મ દેશના સંભળાવો.” ઈદ્ર મહારાજાએ ભગવંતને વંદના કરી વિજ્ઞપ્તિ કરી. દુંદુભિનો નાદ સાંભળતાં જ રાજગૃહીના નગરજનો એ દિશામાં દોડવા લાગ્યા. દેવસેનને અને કેતુસેનને ઉદ્યાનપાલે શુભ વધાઈ આપી. વધાઈ મળતાં જ સપરિવાર ચતુરંગી સેના લઈ બંને પુત્ર પિતાના પિતાને, કેવળી ભગવંતને વંદના કરવા તેમજ ધર્મદેશને સાંભળવા ઉત્સાહભેર દોડી આવ્યા. પશુ-પક્ષીઓ પણ ભગવંતના પ્રેમ પ્રભાવથી ત્યાં દોડી આવ્યા. એ સમયે સૌ એકબીજાના જન્મ જાતર વિસરી ગયા. અને નિર્ભય બની એકબીજાની સાથે સાથે બેઠા. દેવ, દાનવ, માન અને તિર્યંચેથી પર્ષદા ભરાઈ ગઈ. નાના, મેટા, વૃદ્ધ અને યુવાન, સ્ત્રી અને પુરૂષ, અઢારે આલમ ભગવંતની વાણી સાંભળવા ઉલટભેર આવી હતી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442