________________ 425 ભીમસેન ચરત્ર આત્મા દેહ અને દુનિયા વિસરી ગયે. આત્મા આત્માને અનુભવ કરવા લાગ્યો. - દિવ્ય ધ્યાનની આ દીક્ષી તેમના મુખારવિંદ ઉપર વિલસી રહી. અને સભાનપણે ભગવંતે દેહના પરમાણુઓને વોસરાવી દીધા. ભગવંત નિર્વાણ પામ્યા. આત્મા આત્મામાં મળી ગયો. સંસારનો ભગવતે નાશ કર્યો. અને તેઓ મુક્તિને વર્યા. દેવતાઓએ ભગવંતનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યું. શિષ્ય સમુદાયે ગુરુ ભકિતરૂપે તે દિવસે ઉપવાસ કર્યો. ગુરુને ગુણેનું ચિંતવન કર્યું. ગુરુની હિત શિક્ષાને યાદ કરી. અને એ માર્ગે સતત સાવધ રહી ચાલવા સૌ સજાગ બન્યા. - મુનિરાજ શ્રી ભીમસેન ગુરુના જવાથી થોડા વ્યાકુળ તો બન્યા. પરંતુ ઘડી પછી તેમણે ગુરુના દેહની માયા ખંખેરી નાંખી. અને ગુરુના આત્માને ભજવા લાગ્યા. ચારિત્રધર્મની તેમણે ઉત્કટ આરાધના કરી. જ્ઞાનાભ્યાસ કર્યો. ઉગ્ર તપશ્ચર્યા કરી. ગામેગામ વિહાર કર્યો. એકચિત્તે આત્માનું ધ્યાન ધર્યુ. આ સંસારમાં રહેવાથી આત્માને જે કંઈ ભોગ વિલાસ મોહ-માયા વગેરેને કાદવ લાગ્યું હતું, તે તેમણે જ્ઞાન અને ક્રિયાથી, તપ અને સ્વાધ્યાયથી ધોઈ નાંખે. દેહની અશુદ્ધિ પણું સ્વચ્છ કરી. અને એક દિવસ વિહાર કરતાં કરતાં તેમાં અનેક શિષ્ય સમુદાય સાથે રાજગૃહી પધાર્યા. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust