________________ 34 બંધન તૂટયાં ભીમસેન આદિ મુમુક્ષુ આત્માઓને દીક્ષા આપી પિતાના શિષ્ય સમુદાય સાથે કેવળી ભગવંત શ્રી હરિ મહારાજાએ રાજગૃહીથી વિહાર કર્યો. નગરજનોએ એ સૌ શ્રમણ ભગવંતોને આંસુભીની આંખે વિદાય આપી. કેવળી ભગવંત ગામાનગામ વિહાર કરતાં અને અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડતાં એક દિવસે સમેતશિખર આવી પહોંચ્યા. ભગવંતે પોતાના આયુષ્ય પૂર્ણ થવાને સમય જે. આથી તેમણે એ પવિત્ર તીર્થ ઉપર અનશન કર્યું. શુભ ધ્યાનમાં આત્મા પરવીને એ બેસી ગયા. દેહની માયાને ખંખેરી નાંખી. ચૌદ રાજલોકના જીવોની ક્ષમાપના માંગી. અને માત્ર એક જ આત્માનું ધ્યાન ધરતાં અને આત્માની આત્મા સાથે સુરતા મેળવી એકલીન બની ગયાં. ધ્યાતા–ધ્યાન ને દયેયને અકય રચાયુ. ભગવંતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust