________________ 426 ભીમસેન ચરિત્ર - આ રાજગૃહીમાં એક વખત તેઓ રાજા હતા. પોતાની પાસે અઢળક અવર્ય હતું. સુખ અને સાહ્યબી હતી. પોતાના સેવા ખડે પગે ઊભા રહેતા અનુચર હતા. પણ આ બધું કશું જ તેમને યાદ નહોતું આવતું. જુના સ્થળે જોઈ એ સ્થળેની સ્મૃતિ તેમને સતાવતી ન હતી. બધી જ આસક્તિ તેમણે ભસ્મીભૂત કરી નાંખી હતી. જ્યાં સુધી સઘળા કર્મોનો ક્ષય નથી થયું, ત્યાં સુધી એ કર્મો ભોગવવાનાં જ છે. આયુષ્ય કર્મ પૂરું નથી થયું ત્યાં સુધી જીવન જીવવાનું જ છે. અને એ જીવાય ત્યાં સુધી સઘળાં કર્મોને બાળી ખાખ કરી નાંખવાના છે. એ હેતુથી જ તેઓ રાજગૃહી આવ્યા હતા. અહી તેમની આત્મભાવના વધુ ને વધુ તીવ્ર બની. બારે ભાવના થી આત્મા સમલાસ પામવા લાગ્યો. આત્માની અમર તેનું એકત્વ, તેની અક્ષયતા, તેમજ આત્માનું આમામાં વિલીન થઈ જવું તે જ સત્ય છે. એવી શુભ ભાવના ભાવતાં હતાં, ત્યાં જ તેમના ચાર ઘાતી કર્મના બંધ તૂટી ગયા. મુનિશ્રી ભીમસેનને કેવળજ્ઞાન પ્રગટ થયું. લેકાલાર્ક પ્રકાશિત થશે. સૂક્ષ્માતિસૂમ અને અતીન્દ્રિય પદાર્થો અને ભાવને સાક્ષાત્કાર થશે. કશું જ અજાણ્યું ન રહ્યું. બધું જ પ્રગટ થયું. કેવળજ્ઞાનના પ્રભાવથી ઈન્દ્ર મહારાજાનું અચલ એવું સિંહાસન ડેલી ઊઠયું. અવધિજ્ઞાનને ઉપગ મુકી ઈન્દ્ર મહારાજાએ તેનું કારણ તપાસ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust