________________ રે! આ સંસાર ! ! 419 મારા તમને આશીર્વાદ છે. એ ભાવનાને સાર્થક કરે. સંસારને નાશ કરો. કમનો ક્ષય કરો. અને મુક્તિને પામે. ભીમસેને ઉત્સાહથી કીધું. - ભીમસેન અને સુશીલાએ આ અસાર સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો દઢ નિર્ધાર કર્યો. આ નિર્ધારની જાણ તેમણે વિજયસેન અને સુચનાને પણ કરી. ભીમસેનનો આ શુભ સંદેશ મળતાં જ વિજયસેન અને સુચના ચીલઝડપે રાજગૃહી આવી પહોંચ્યા. તેઓ પણ આ શુભ કાર્યમાં સાથે નીકળવા તત્પર બન્યા હતા. તમને પણ આ સંસાર અસાર જણ હતો. બધાં ભેગા મળતાં જ સૌ દીક્ષાની વાત કરવા લાગ્યા. ભીમસેને દેવસેનને અને કેતુસેનને પણ લાવ્યા. તેમને પોતાના નિર્ણયની વાત કરી. અને શુભ દિવસે દેવસેનને રાજ્યાભિષેક કર્યો. કે ભીમસેને દેવસેનને રાજમુગુટ પહેરાવ્યું. રાજમુદ્રા આપી. અને રાજવહીવટ માટે સુંદર શીખામણ આપતાં કહ્યું : - " પુત્ર ! વરસ સુધી મેં આ નગરના પ્રજાજનો ઉપર શાસન કર્યું છે. જે રીતે તારું ઘડતર કરી તારો વિકાસ કર્યો છે, એથી પણ વિશેષ રીતે પુત્ર ભાવે મેં આ પ્રજાનું કલ્યાણ ને હિત કરવા પ્રયત્ન કર્યો છે. તું પણ હવેથી આ પ્રજાનું પુત્ર ભાવે રક્ષણ કરજે. પ્રેમ અને મમતાથી તેમની સંભાળ લે છે. - સંકટનો સમય આવે ત્યારે ધીરજ ગુમાવીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust