________________ 41 ભીમસેન ચરિત્ર વિચાર કરી રહ્યા હતા. અને પિતાના ભવાંતરે પોતાના પાપથી શું હાલ થશે, તે વિચારથી ધ્રુજી રહ્યા હતા. પિતાને પૂર્વભવ જાણ ભીમસેનની રહી સહી આસક્તિ પણ સંસાર ઉપરથી ઉડી ગઈ. - “શુ આ સંસાર જીવવાને? એ જીવીને આખર પામવાનું શું ? દુઃખ અને દુઃખ સિવાય બીજુ આ સંસારમાં છે પણ શું ? સંસારમાં દેખાતા સુખ પણ દુઃખ રૂ૫ છે. સુખના આવરણ તળે દુઃખ જ ઢંકાયેલું છે. અને આ માનવભવ ગુમાવી દીધો તો? એશ અને આરામમાં એઈ નાંખે તો? લેગ અને વિલાસમાં તેને વેડફી નાંખ્યો તો ? આળસ અને આરામમાં તેને બગાડી મૂક તે ? કોને ખબર કે પછી આ ભવ મળે કે કેમ? અને આ ભવમાં બાંધેલા કર્મ તો પાછા ભેગવવા જ પડવાના. એ કર્મોનો ક્ષય કરતાં પાછાં ન જાણે કેટલાય ભવો નીકળી જાય? અને એક ભવ એટલે ? જનમ-મરણના અસહ્ય દુઃખે. આધિ-વ્યાધિ ને ઉપાધિની અનતી વણઝાર. એકમાંથી છુટી બીજામાં બંધાવાનું. બીજામાંથી છુટી ત્રીજામાં જકડાવાનું, આમ પરંપરા પાછી ચાલ્યા જ કરવાની. નહિ...નહિ....આ સંસારમાં હવે વધુ ન રહેવાય. આ ગૃહસ્થ જીવનમાં હવે એક દિવસ પણ પસાર ન કરાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust