Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 418
________________ પાપ આડે આવ્યાં રટલે ન છીનવી લેવા ઘણું સમજાવ્યું. પરંતુ પ્રીતિમતિએ કામજિતનો એક પણ શબ્દ કાને ન ધર્યો. તેણે પોતાને જ કક્કો ખરો કર્યો. અને તેણે એ સ્ત્રી તેમજ તેના પતિ બનેને તિરસ્કાર કરી કાઢી મૂક્યા. કામજિતને પત્નીના આ પગલાથી ઘણું જ દુઃખ થયું. પણ સ્ત્રીમાં તે એટલો બધો આસકત હતું, કે તેનાથી ઉપર વટ જઈ એ કશું જ ન કરી શકશે. - હવે એક દિવસ કામજિતના રાજમહેલમાં એક તપસ્વી ભીક્ષા માટે આવ્યા. આ તપસ્વીએ તપથી પોતાની કાયા ગાળી નાંખી હતી. દેહની મમતાનો નાશ કર્યો હતો. જેને દેહની મમતા ન હોય તેને દેહ ઢાંકવાના કપડાને તો મોહ જ કયાંથી હોય ? આથી આ તપસ્વીએ જીણુ અને મલિન એવાં કપડાં પહેર્યા હતાં. કામજિત આ તપસ્વીને જોઈ ક્રોધે ભરાયો. આ ભિખારી માર મહેલમાં કયાંથી ઘૂસી ગયે? એમ વિચાર કરી એ તુરત જ તપસ્વી પાસે આવ્યો. તેને તિરસ્કાર કર્યો. કડવાં વેણ કહ્યાં. અને ધકકા મારી તેને બહાર ધકેલી કાઢશે. એ પછીના થોડા દિવસ બાદ કામજિત નગરમાં હાથી ઉપર બેસીને ગ્રામચર્ચા કરી રહ્યો હતો. ત્યાં તેણે એક શ્રાવકને સુપાત્રદાન દેતા જે. એ જોઈએ બોલી ઊઠો: “છિ ! આમ તે કંઈ ભીખ દેવાતી હશે? આવા દાન કરવાથી શું વળે ?" , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442