________________ 406 . ભીમસેન ચરિત્ર કામ જિતે તરત જ કન્યાને રડતી = દયા આવી * ‘મને પેલે હાર લાવી આપે. ઈશારાથી પ્રીતિમતિએ કામજિતને કહ્યું. કામજિતે તરત જ એ કન્યાને ભય પમાડી હાર લઈ લીધો. થોડીવાર સુધી એ કન્યાને રડતી ને ભય પામતા જોઈ રહ્યો. રાણી પણ જોઈ રહી. પછી તેની દયા આવી. આથી એ હાર તેણે કન્યાને પા છે આપી દીધો. * આમ બંને વન વિહાર કરતાં કરતાં નગર તરફ પાછા ફર્યા. * નગરમાં પ્રવેશ કરતાં કામજિતે એક દીન અને કંગાળ વણિકને . તેની સાથે તેની પત્ની પણ હતી. બંનેને પહેરવેશ જોતાં તેમજ તેમના સૂકાયેલા શરીર જોતાં લાગતું હતું, કે બંને ખૂબ જ દુઃખમાં છે. * કામજિતે બંને ઉપર કરુણા લાવી પિતાને ત્યાં કામે રાખી લીધા. વણિકની પત્ની સ્વભાવે નમ્ર હતી. શાંત હતી. અને જાત તોડીને પણ કામ કરતી હતી. પરંતુ પ્રીતિમતિ તેના કામમાં વારંવાર ભૂલ કાઢતી. અને તેને અનેક કડવા વેણ સંભળાવતી. તો પેલી સ્ત્રી મૂગા મેએ ચૂપચાપ બધું સહન કરતી. * એક દિવસ પ્રીતિમતિ ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ. અને તે પિલી સ્ત્રીને ઘરમાંથી હાંકી કાઢવા તૈયાર થઈ. કામજિતને તેણે કડવા શબ્દોમાં ફરીયાદ કરી. કામજિતે તેને ઘણું સમજાવી. એવી રીતે કોઈ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust