________________ 408 ભીમસેન ચરિત્ર પોતે દાન તો કર્યું નહિ, પણ દાન કરનારની પણ તેણે આ રીતે નિ દો કરી, તેથી કામજિતે દુષ્કર્મ બાંધ્યું. - એ પછી એક વખત કામજિત વનક્રીડા કરી રહ્યો હતો. ત્યાં તેણે એક મુનિને આહાર કરતા જોયા. કામજિતને શું સૂઝયું તે તેણે મુનિનો આહાર લાત મારી ફેકી દીધો. અને મનિને ગળું દબાવી ખૂબ જ હેરાન કર્યા. ડીવાર પછી મુનિને તેણે મુકત કર્યા. | મુનિની આ રીતે કદર્શન કરવાથી કામજિતે વળી નવું એક પાપકર્મ ઉપાર્જન કર્યું. - ત્યાંથી આગળ જતાં રાજાએ વાંદરા અને તેના બચ્ચાને રમતાં જોયા. કુતૂહલથી તેણે એક નાના બચ્ચાને ઉપાડી લીધુ માથી વિખૂટા પડવાથી બચ્ચે આકંદ કરી ઊઠયું. રાજાને તેથી દયા આવી અને છેડી મૂકયું. - નિરર્થક રીતે આમ એક જીવને હેરાન કરવાથી રાજાએ એક વધુ પાપ બાંધ્યું. " એક વખત કામજિત વનમાં ગયે. ત્યાં એક આશ્રમ હતો. એ આશ્રમમાં મુનિ રહેતા હતા. મુનિને થોડા સતાવવા એ ચોરી છુપીથી સાવધ પગલે આશ્રમમાં દાખલ થયો. | મુનિ ત્યારે એક જલપાત્ર ભરી રહ્યા હતા. જલપાત્ર ભરી એ કયાંક આઘાપાછા થયા. આ તક જોઈ કામજિતે તે જલપાત્ર સંતાડી દીધું. મુનિએ પાછા ફરી જોયું, તો જલપાત્ર ન મળે. કયાં ગયું હશે એ ? કોણ લઈ ગયું એ? અહીં કોણ આવ્યું હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust