________________ 410 ભીમસેન ચરિત્ર આપી. એ સાંભળી સૌના આત્મા કૃતકૃત્ય બન્યા અને સૌએ અહિંસાદિ મુખ્ય વ્રતો ગ્રહણ કર્યા. - એ પછી કામજિત અને પ્રીતિમતિ બંનેએ વિશુદ્ધપણે ધરાધના કરી. ઉત્કટપણે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના કરી. આ સાધના કરતાં તેમણે જરાપણ ખલન ન થવા દીધી. અપ્રમત્તભાવે તેમણે આત્મધર્મનું સેવન કયુ : ધર્મની ઉત્કટ અને ઉગ્ર, શુભ અને શુદ્ધ આરાધના કરવાથી આયુષ્ય પૂરું થતાં બંને મરીને સ્વર્ગલોકમાં ગયા. ' હે ભીમસેન ! કામજિત સ્વર્ગમાંથી શ્યવીને આ પૃથવી ઉપર રાજગૃહી નગરીમાં આવ્યો. એ કામજિત તે જ તુ” ભીમસેન. પ્રજાપાલનો જીવ તે હરિર્ષણ રાજા થયે. પ્રીતિમતિ દેવલોકથી ચ્યવીને સુશીલા રાણું થઈ. સુરસુંદરી તે વિઘત્મતિનો જીવ. દેવદત્તા સ્વર્ગથી ચ્યવીને સુનંદા દાસીનો અવતાર પામી. કામદત્તા વિમળા દાસી બની. વિદ્યાસાગર મંત્રીનો જીવ તે આ દેવસેન અને વસુભૂતિનો જીવ તે આ કેતુસેન. - પૂર્વજન્મમાં તે ત્રણ ત્રણ વાર મુનિ ભગવંતના અવહેલના કરી હતી, આથી આ ભવમાં ત્રણ ત્રણ વાર તારી સંપત્તિ ચાલી ગઈ. પૂર્વજન્મમાં સ્ત્રી સહિત તે વણિકનું રક્ષણ કર્યું હતું અને તારી પત્નીએ કારણ વિના વણિક પત્નીને ત્રાસ આ હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust