________________ પાપ આડે આવ્યા ‘કેમ હવે હું કેવી લાગુ છુ ?? અભિમાનથી તેણે કામજિતને પુછયું. * ‘ઘણું જ સુંદર ! પણ આ અલંકારે હવે તું જોઈ પાછા આપી દેજે. હું તને આનાથી પણ વધુ ચડીયાતા બનાવરાવી આપીશ. કામજિતે સ્ત્રીને ખુશ કરી. આ અલંકારો આપ્યાને આઠ દિવસ થઈ ગયા, તો પણ પ્રીતિમતિએ એ અલંકારે પાછા ન મોકલાવ્યા. આથી વિધુમ્મતિએ પોતાની દાસી કામદત્તાને જેઠાણી પાસે મેકલી. પ્રણામ મહારાણીજી! મને નાની રાણમાએ આપની પાસે મોકલી છે. અને તેઓએ આપને આપેલા અલંકાર પાછા મંગાવ્યા છે.” દાસીએ વિનયથી અલંકારોની માંગણી કરી. આ સમય આવશે જ. એ પ્રીતિમતિને ખબર હતી એટલે તરત જ ક્ષોભ પામતાં અને આંખમાં આંસુ લાવી કહ્યું : અરર હું તે સાવ લૂંટાઈ ગઈ. ન જાણે મેં એ અલંકારો ડાબે હાથે કયાં મૂકી દીધા છે, તે મને જડતા જ નથી. રોજ તેની તપાસ કરું છું. પણ મળતાં જ નથી. જડશે એટલે તરત જ હું પોતે આવીને તે અલંકારે આપી જઈશ.” કામદત્તા તે આ સાંભળીને ઠરી જ ગઈ. પણ તે ય સ્ત્રી હતી. સ્ત્રી સ્ત્રીને ન સમજે તે થઈ રહ્યું ને? તે સમજી ગઈ મહારાણે જ હું બોલે છે. ને અલંકારો કયાંય મૂકાઈ ગયા છે, તેને ખોટો ડેળ અને શેક કરે છે. અલંકારે તે સહીસલામત જ છે, પણ મહારાણીને તે પાછા આપવા નથી. ભી.-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust