________________ 402 ભીમસેન ચરિત્ર છે પરંતુ આ ભાવ તેણે પિતાના મનમાં જ રાખ્યા. તે એક શબ્દ પણ એ અંગે ન બોલી. માત્ર આટલું જ કહ્યું : “ઠીક ત્યારે, જ્યારે જડે ત્યારે જલ્દી પાછા મોકલાવજે.” કામદત્તાએ વિન્મતિને બધી વાત કરી. પિતાની શંકા પણ જણાવી. વિદ્યન્મતિ તો એ જાણીને ભારે શેક કરવા લાગી. અલંકાર વિના તેને જીવ મુંઝાવા લાગ્યો. . પ્રજાપાલને આ વાતની ખબર પડી. તેણે મોટાભાઈ કામજિતને કહ્યું. કામજિતે જાતે બધે તપાસ કરી. પણ અલંકારે છેવાયા હોય તો જડે ને ? એ કયાંક મૂકાઈ ગયા હોય તે મળી આવે ને ? આ તો જાણી જોઈને સંતાડી રાખ્યા હતા. પ્રીતિમતિએ કામજિતને વાત કરી, કે અલંકારે ખવાયા નથી પરંતુ પોતાને એ ગમી ગયા હોવાથી તે સંતાડી દીધા છે. કામજિત ખૂબ જ ગુસ્સે થશે. આ ખોટું થાય છે, એમ તેને લાગ્યું. એમ ન કરવા તેણે પત્નીએ ઘણું સમજાવ્યું પણ પત્ની ન માની તે ન જ માની. ઉલટું આ વાત કોઈને પણ નહિ કરવા માટે કામજિતને મનાવી લીધું. કામજિતે જાતે જયારે કહ્યું, કે અલંકારે નથી મળતાં, ત્યારે પ્રજાપાલને ખૂબ જ દુઃખ થયું. તેના કુમળા હિંયા ઉપર ભારે આઘાત લાગે. “અરર! મારા મોટાભાઈએ મને છેતર્યો ! જેમને મેં પિતા તુલ્ય માન્યા, એ વડીલ બંધુએ જ મારે વિશ્વાસઘાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust