________________ 400 ભીમસેન ચરિત્ર વાત છેડી. દેરાણીના એ અલંકાર લાવી આપવા તેણે જીદ કરી. | ‘પણ આપણી પાસે કંઈ અલંકાર ઓછા છે, કે તું તારી દેરાણીના અલંકારો માંગે છે? હું તને તેનાથી ય સુંદર ને કારીગરીવાળા અલંકારો બનાવી આપીશ.” * કામજિત આવા ક્ષુલ્લક કામમાં પડવા નહોતો માગતો. કારણ તેને ખબર હતી, આવી બધી બાબતો ક્યારેક ભયાનક ઝઘડાનું કારણ બની જાય છે. અને આપસ-આપસનો પ્રેમ તૂટી જઈ વૈરનું કારણ બની જાય છે. આથી તેણે રાણીને સમજાવવા માંડી. સમજાવે સમજે તે સ્ત્રી શાની ? એ તો હઠ લઈને બેઠી. મને એ અલંકારે જ જોઈએ. તમે મને એ લાવી આપો. કામજિતે સ્ત્રી હઠ સામે હાર માની. એ અલંકાર જોવા માટે લાવી આપવાનું તેણે વચન આપ્યું. પ્રજાપાલ! તારા ભાભીને તે તારી પત્ની માટે જે હમણાં નવાં અલંકાર બનાવ્યાં છે, તે જોવા માટે જોઈએ છે. તો તું તે લાવી આપ.” બીજે દિવસે કામજિતે પોતાના ભાઈને કહ્યું. પૂજ્ય ! ભાભીથી વિશેષ શું હોય ? અબઘડી હું લાવી દઉં છું.” ભાભીને મા તુલ્ય માનતા દિયરે કહ્યું. ને પત્ની પાસે જઈ તે અલંકારો લઈ આવ્યો. એ અલંકારે પ્રીતિમતિએ પિતાના અંગ ઉપર પહેર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust