________________ 398 ભીમસેન ચરિત્ર આ બંને ભાઈઓ વચ્ચે અપૂર્વ સખ્ય હતું. બંનેના વિચારો ને આદર્શો એક સરખા હતા. જીવનની નીતિ રીતિ પણ સમાન હતી. અને બેય ભાઈઓ એક બીજા ઉપર ખૂબ જ સ્નેહ ને આદરભાવ રાખતા હતા. ક્યારેય તેઓ વચ્ચે ઝઘડે થતું નહિ. પ્રેમ અને શાંતિપૂર્વક બંને પિતા પોતાનું કર્તવ્ય અદા કરતા હતા. પરંતુ આ બંનેની પત્નીઓનું તેવું ન હતું. તેઓ બંનેને જીવ એકબીજામાં મળી ગયે ન હતો. જેઠાણને પોતાની મોટાઈનું થડ અભિમાન હતું. પરંતુ એ એટલી બધી કુશળ હતી કે આ અભિમાનને તે પ્રગટપણે કોઈને જણાવવા દેતી નહિ. પહેલી નજરે જોનાર અને તેના પરિચયમાં આવનારને તે વિનમ્ર જ જણાતી. એક દિવસ દેવદત્તાએ વિન્મતિને સુંદર અને કલાત્મક અલંકારોથી સજજ થયેલી જોઈ. આ દેવદત્તા પ્રીતિમતિની માનીતિ દાસી હતી. અને પ્રીતિમતી કામજિતની પત્ની હતી. રાજરાણી હતી. વિન્મતિના અલંકારો જોઈ આ દાસીની આંખો પહોળી થઈ ગઈ. અલંકારો એટલા બધા કિમતિ અને બારીક નકશીવાળા હતા, કે તે જોઈ દાસીને ઘણું જ આશ્ચર્ય થયું. અને મનમાં તે લધુતા અનુભવવા માંડી. આવા અલંકારો તે મારા રાણ પ્રીતિમતિના શરીરે જ શોભે? જેઠાણું જેવી જેઠાણી, મહારાણું જેવી મહારાણી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust