________________ 385 પાપ આડે આવ્યા - મુનીશ્વરે ધર્મલાભ આપે અને ઉપદેશ આપે : * ભવ્ય ! મહા દુર્લભ એવા માનવભવને પામીને, ભવ્ય આત્માઓએ એક ક્ષણને પણ ખરાબ રીતે વ્યય ન કરતાં ધર્મનું આરાધન કરવું જોઈએ. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહને સર્વાશે ત્યાગ કરે. સર્વસ્વ ત્યાગ ન બની શકે તે તેનાથી જેટલું ખચાય તેટલું બચે. તેને ત્યાગ કરવામાં જ ધર્મ છે. જેઓ આવા ધર્મનું નિરંતર સેવન કરે છે, તેઓને જરૂરથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. જેઓ ધર્મ નહિ કરતાં પાપમય જીવન ગુજારે છે, તેઓ મરીને અંતે નરક આદિ નીચ ગતિમાં જાય છે અને અસહ્ય દુઃખોને ભોગવે છે, આથી મહાનુભાવો ! ધર્મ કરે. ધર્મ કરો. મુનીવરની ધર્મદેશના સાંભળી બનેના આત્માને અત્યંત આનંદ થશે અને ધર્મ ઉપર તેઓ અને વધુ શ્રદ્ધા સેવવા લાગ્યા. ત્યાંથી તેઓ ફરી વાવને કાંઠે આવ્યા, ત્યારે સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. નગર તરફ પાછા ફરવામાં આવે તો મામાં જ અંધારું થઈ જાય. આથી બને એ રાતવાસે ત્યાં જ કરવાનું નકકી કર્યું. અને મનમાં નવકાર મંત્રનું રટણ કરતાં તેઓ એ વાવ ઉપર જ નિદ્રાધીન બન્યા. મોડી રાતે રાજા જાગી ગયો. તેણે કયાંક કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળે. એ અવાજ કોનો હશે એ વિચારથી તે જાગી ગયે. પિતે સ્વપ્નમાં તો રુદનનો અવાજ સાંભળ્યો નથી ને ? એ ખાત્રી કરવા તેણે કાન સરવા કર્યા. એમ * લી. 25 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust