________________ 392 ભીમસેન ચરિત્ર એ જ સમયે પેલે વ્યંતર ત્યાં આવ્યો. તેણે રાજા અને મંત્રીને પોતાની વિદ્યાના બળથી અધર ઉપાડયા અને નાસવા માંડયું. એ જોતાં જ વિદ્યાધર તેની પાછળ દોડ. તેને પકડી પાડે. અને તેને સખ્ત રીતે માર માર્યો. વ્યંતરે વિદ્યાધરના પગે પડી ક્ષમા માંગી. અને હવે ફરીથી પોતે કયારેય એ એને હેરાન નહિ કરે, તેવી પ્રતિજ્ઞા લીધી. આથી વિદ્યારે એ યંતરને છોડી મૂક્યો. ત્યાર પછી વિદ્યારે રાજાને કંઈક માંગવાનું કહ્યું. આ તક જોઈ મંત્રીએ કહ્યું. રાજાને પુત્રની ઘણી ચિંતા સાલે છે. પુત્ર વિના તેમની જિદગી નિરસ પસાર થાય છે. વિદ્યાધરે તરત જ કહ્યું : “રાજન ! તમે ચિંતા ન કરશે. હું તમને એક મંત્ર આપું છું. તેનું તમે વિધિપૂર્વક આરાધન કરશે. એ મંત્રના પ્રભાવથી દેવીનો સાક્ષાત્કાર થશે. એ દેવી પાસે તમે પુત્રનું વરદાન માંગજો.’ આ પ્રમાણે વિદ્યારે રાજાને મંત્ર આપી પોતાની વિદ્યાથી બંનેને વારાણસી નજદીકના એક ઉદ્યાનમાં મૂકી દીધા. અને પોતાના ઉપકારીજનોને પ્રણામ કરી તેણે બંનેની વિદાય લીધી. - આ ઉદ્યાનમાં તે સમયે એક મુનિ ભગવંત કાઉસ્સગ કરી રહ્યા હતા. રાજા તથા મંત્રીએ શ્રમણને વંદના કરી. - શ્રમણ ભગવંતે પ્રસંગચિત થોડે ઉપદેશ આપ્યો. રાજાએ તેમની પાસે પરસ્ત્રી સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust