________________ ભીમસેન ચરિ થયા. ત્યાં ખાવા ગ્ય ફળ ખાધાં. ઝરણામાંથી જળપ કર્યું. અને નિરાંતે એક ઝાડ તળે આરામ કરવા બેઠા. આરામ કરતાં કરતાં જ બંને ફરી પાછા સૂઈ ગય તેઓ શાંતિથી સૂતા હતા ત્યાં જ પિલે વ્યંતર ક્રોધ ધસમસતો ત્યાં આવી પહોંચ્યો. તેને ખબર પડી કે પિતા દુશ્મનને મર્યા નથી પણ હજી તે જીવે છે. આ સમયે તેણે બંનેને ઉપાડી એક અંધારા કૂવા નાખી દીધા. કૂવામાં પાણી પણ પુષ્કળ હતું. પાણીમાં પડતા રાજા અને મંત્રી જાગી ગયાં. તેમને સમજ ન પડી, કે આમ તેમને કણ પાણી ડૂબાડી રહ્યું છે. આ વખતે પણ ગુટિકાના પ્રભાવથી તે બચી ગયાં. તેઓ કૂવામાં હતા ત્યાં જ રાજાએ એક જગ્યા બખોલ જેવું કંઈક જોયું. કુતુહલથી રાજાએ એ વખતે લાત મારી. લાત મારતાં જ બખલ ઉઘડી ગઈ. રાજ જોયું તો તેમાંથી એક રસ્તે દેખાતું હતું. તરત જ 2 અને મંત્રી બંને તેમાં દાખલ થઈ ગયા. અને એ 2 ચાલવા લાગ્યા. - થોડે સુધી ચાલ્યા હશે ત્યાં એક સુંદર બગીચો આવે બગીચાની વચ્ચે એક સુંદર, ભવ્ય અને આલિશાન મ હતું. અને એ મહેલમાંથી સ્વરકિન્નરીઓને સુમધુર અવ આવી રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust