________________ | પાપ આડે આવ્યા 391 બંને જણે ત્યાં આગળ ગયા. એ મહેલ આગળ ફળથી લચેલાં વૃક્ષે હતાં. ફળ જોઈને બંનેને ખાવાનું મન થયું. આમેય બંનેને ભૂખ તે લાગી જ હતી. મંત્રીએ ફળ તેડયાં અને બંને ખાવા લાગ્યા. ફળ ખાતાં તો જાદુ થઈ ગયે. બંનેનું માનવ સ્વરૂપ અદશ્ય થઈ ગયું. અને વાનર બની ગયા. એચિંતાનો થયેલે આ ફેરફાર જોઈ બંને એકબીજાના સામું વિસ્મય અને ભયથી જોવા લાગ્યા. આ અવસ્થામાં કેટલાક સમય તેઓ ત્યાંને ત્યાં જ ડરથી ધ્રુજતા બેસી રહ્યા. એ જ સમયે પેલે વિદ્યાધર ત્યાં આવ્યું. તેની સાથે પેલી યુવતી પણ હતી. એ યુવતી અને વિદ્યાધરને આ બંને ઓળખી ગયા. એટલે તરત જ તેમણે ભયથી ચીચીયારી કરી. - વાંદરાનો અવાજ સાંભળી વિદ્યાધર તે તરફ જેવા લાગ્યો. એ જોતાં જ તેને ખ્યાલ આવી ગયે, કે આ તો મારા ઉપકારીજને છે. તેણે તરત જ એક ઝાડ પરથી પુષ્પ તોડયું. અને એ પુ૫ એ બંનેને સુંઘાડયું પુષ્પની સુવાસનો સ્પર્શ થતાં જ બંનેએ પિતાનું માનવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તમે અહીં કયાંથી ? વિદ્યારે પૂછયું - મંત્રીએ બનેલી બધી વિગત જણાવી. અને ઉપકાર માનતા કહ્યું : “આપે જે અમને પેલી પ્રભાવિક ગુટિકા ન આપી હતી, તો તો અમે કયારનાય મૃત્યુ પામ્યા હોત. આપના પ્રભાવથી જ અમે અત્યારે આપની સમક્ષ ઊભા છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust