________________ પાપ આડે આવ્યાં 383 દૂર ઉપવન વિહાર કરવા ગયા. વનશ્રીના સૌન્દર્યનું પાન કરતાં કરતાં તેઓ નગરથી ઘણે દૂર ને દૂર નીકળી ગયા. સમયનું પણ તેઓને ભાન ન રહ્યું. ફરતાં ફરતાં બંને એક વિશાળ વાવ આગળ આવ્યા. ત્યાં તેઓ છેલ્યા. વાવનું નિર્મળ જળ પીધું અને તેના એટલે આરામ કરવા બેઠા. આ વાવથી થોડે દૂર એક જિનાલય હતું. તેનું ઉન્નત શિખર ગગન સાથે વાતો કરતું હતું. તેની વજા હવામાં મસ્ત બનીને મુક્તપણે લહેરાતી હતી. રાજાની નજર જતાં જ તે બોલી ઊઠ : “નમે જિણાણું.” આ સાંભળી મંત્રીએ પૂછયું : “રાજન ! શું મનમાં પંચપરમેષ્ટિનું સમરણ કરી રહ્યા છે કે શું ?" . “મંત્રીવર્ય ! પ્રભુનું સ્મરણ તો સતત ચાલુ જ છે. પરંતુ આ દર જિનાલયનું શિખર જોયું, તેથી શ્રી વીતરાગ પ્રભુને મનોમન અહીં બેઠા વંદના કરી.” મંત્રીએ તરત જ એ દિશામાં જોયું તો ઝાડની ઘટાઓમાં ઘેરાયેલું એક જિનચૈત્ય ત્યાં હતું. અને તેનો સુવર્ણ કળશ સહસ્ત્રશ્મિના તેજથી ઝળકી રહ્યો હતો. તો રાજન ! મને મન જ શા માટે વંદના કરવી ? ચાલોને ત્યાં જઈ સાક્ષાત્ પ્રભુના દર્શન કરી આવીએ ?' મંત્રીએ ઉત્સાહ બતાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust