________________ 386 ભીમસેન ચરિત્ર કરતાં જ તેણે એક ધીમો પણ કરુણ અને કોમળ રુદનને સ્વર સાંભળે. રાજાએ મંત્રીને જગાડ. મંત્રીશ્રી ! તમને કોઈને રડવાનો અવાજ સંભળાય છે ?" મંત્રીએ અવાજની દિશામાં કાન ધર્યો. તેણે પણ એ અવાજ સાંભળે. “મને લાગે છે કે કોઈ સ્ત્રી દુઃખમાં છે. તેના ઉપર કોઈ આપત્તિ આવી પડી લાગે છે. આથી તે રડી રહી છે. ચાલો, તેની તપાસ કરીએ અને બને તે તેને મદદ કરીએ.” મંત્રી સહાય માટે ઉતાવળ બન્યું. પોતાના શસ્ત્રોને સાવધ કરી બંને રુદનની દિશા તરફ આગળ વધ્યા. રાત જામી ચૂકી હતી. અંધારું ઘનઘોર હતું. વળી વૃક્ષેની ગાઢી ઘટા હતી. રસ્તો મહામુશીબતે પસાર થતો હતો. ચકમકથી અજવાળું કરતાં બંને આગળ વધી રહ્યા હતા. રુદનનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો. એ અવાજ એક દેવીના મંદિરમાંથી આવતો હતો. બંને હળવે પગલે દેવીના મંદિરમાં દાખલ થયા અને ગુપચુપ શ્વાસ થંભાવી ઊભા રહ્યા. મંદિરના રંગમંડપમાં એક પરિવ્રાજક બેઠે હતો. યજ્ઞની વેદી સળગાવી હતી. હાડકાં બળવાની તીવ્ર ગંધ આવી રહી હતી. યજ્ઞની આસપાસ માણસની ખોપરીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust