________________ 380 ભીમસેન ચરિત્ર ભગવંત! પૂર્વભવમાં મે એવાં તે શા પાપ કર્યો હશે, કે આ ભવમાં મારે આટલી બધી વિટંબણું સહન કરવી પડી? આપ તો કેવળી છે. આપનાથી શું અજ્ઞાત હોય? તો આપ મને મારા પૂર્વભવ કહેવા ઉપકાર કરે.” “ભીમસેન ! કર્મની સત્તા અમાપ છે. આ ભવમાં કરેલા કર્મનું ફળ આ ભવમાં જ મળે એવો કોઈ અટલ નિયમ નથી. પૂર્વ ભવોમાં કરેલા કર્મનો વિપાક આ ભવમાં વેઠવું પડે છે. અને આ ભવમાં કરેલા શુભ-અશુભ કર્મોને હિસાબ ભવાંતરમાં ચૂકવવો પડશે. આ ભવમાં તને જે સુખ દુઃખ પ્રાપ્ત થયાં, તે તારા પૂર્વભવના શુભાશુભ કર્મનું પરિણામ છે. તારો એ પૂર્વભવ તું હવે એકચિત્તે સાંભળ.” એમ કહી કેવળી ભગવંત શ્રી હરિણ મહારાજાએ ભીમસેનનો પૂર્વભવને વૃત્તાંત કહેવામાં માંડ : જંબુદ્વિપ નામના દ્વીપમાં પ્રભાવશાળી એવું ભરત ક્ષેત્ર છે. તેને મધ્ય ભાગમાં વૈતાઢય પર્વત તેનું શાસન જમાવીને ઊભે છે. આ પર્વત ઉપર અનેક જિનાલ છે. અને નિતાંત સુંદર એવા મનોહર સરોવરે છે. તેમજ આ પર્વત ઉપરથી ત્રણ જગતના તાપને દૂર કરતી એવી ગંગા અને સિંધુ નદી વહે છે. - આ ભરતક્ષેત્રના દક્ષિણાઈ ભરતમાં, મધ્ય ભાગે વારાણસી નગર છે. આ નગરીમાં એક સમયે સિંહગત નામે રાજા રાજ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust