________________ 378 ભીમસેન ચરિત્ર દર્શન પણ તેમને સહજ બન્યું. શંકા કુશંકાઓનો નાશ થશે. સઘળું સ્પષ્ટ ને સુરેખ જણાયું. આચાર્યશ્રીના કેવળજ્ઞાનથી ઈદ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું. ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયે. જ્ઞાનથી કેવળજ્ઞાનની જાણ થઈ. તરત જ દેવોના સમુહ સાથે કેવળીને વંદન કરવા તેમજ કેવળજ્ઞાનનો ભવ્ય મહોત્સવ ઉજવવા તે સૌ આવી પહોંચ્યા. દેએ કેવળજ્ઞાનના આ સમાચાર ચારેય દિશામાં પ્રસારિત કર્યા. દિવ્ય દુદુભિ નાદ કર્યો. પુષ્પવર્ષા કરી. અને સુવર્ણકમળની રચના કરી. અનેક માનવ સમૂહ કેવળી ભગવંતના દર્શનાર્થે આવ્યા દેવે, દાનવ, માન અને તિર્યા પણ પર્ષદામાં આવ્યા. સૌએ ભક્તિભર્યા હિંચે કેવળી ભગવંતની પ્રથમ ધર્મદેશના સાંભળી. અને નૂતન કેવળી ભગવંતે પ્રચંડ ઘોષણાથી જય જયકાર કર્યો. . કેવળી ભગવતે વૈભારગિરિ થડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કર્યો. અને ગામનગમ અનેક ભવ્ય જીવન સંયમ માર્ગે વાળતાં, અનેકને સમ્યકત્વ ધર્મ પમાડતો પમાડતાં રાજગૃહી આવી પહોંચ્યા. - . પિતાના નગર . આંગણે કેવળી ભગવંત પધારી રહ્યા છે, એ શુભ સમાચાર મળતાં જ ભીમસેન પિતાની ચતુરંગી 1 સેના લઈ તેમનું સામૈયુ કરવા ગયે. અને વાજતે ગાજતે | તેમને પિતાના નગરમાં તેડી લાવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust