________________ ક૭૬ ભીમસેન ચોરત્ર : આચાર્ય શ્રી હરિપેણ સૂરીશ્વરજીની આ મંગળ વાણી સાંભળી ભીમસેન પ્રભાવિત થયો. બાર ભાવનાઓનું સુંદર અને સમ્યક સ્વરૂપ જાણું તેની શુભ ભાવના સળવળી ઊઠી. - આચાર્યશ્રી પાસે ઊભા થઈ તેણે શ્રાવકના બાર વ્રતોના પચ્ચક્ખાણ લીધા. સુશીલાએ. પણ સાથે હાથ જોડયા. અન્ય શ્રોતાગણે પણ પોતાની યથાશક્તિ વ્રત ગ્રહણ કર્યા. - આચાર્યશ્રીની અમૃતવાણીનું સ્મરણ કરતાં ભીમસેન સપરિવાર રાજમહેલમાં પાછો ફર્યો. - થોડા દિવસો સુધી આચાર્યશ્રીએ રાજગૃહીમાં સ્થિરતા કરી. અને ભવ્યજીવોને જ ધર્મદેશના સંભળાવી. ત્યારબાદ તેઓ અન્ય સ્થળે વિહાર કરી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust