________________ પાપ આડે આવ્યાં 378 કેવળી ભગવત અને તેમનો શિષ્ય સમુદાય સુંદર ઉપવનમાં બિરાજમાન થયા. અને એ ઉદ્યાનમાં જ તેઓશ્રીએ ધર્મદેશના આપવી શરૂ કરી. ‘મહાનુભાવો ! આ જગત સઘળું કર્માધીન છે. દરેક જીવ પોતાના જ શુભ અશુભ કર્મનું ફળ ભોગવે છે. શુભ કર્મોનો જ્યારે ઉદય હોય છે. ત્યારે જીવ સુખ ભોગવે છે. અને અશુભ કર્મો જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે એ જ જીવ દુઃખમાં સબડે છે. ' - કર્મ વિના કશુ જ બનતું નથી. કર્મથી જ જીવ ભવભવ ટકે છે. અનેક પ્રકારના દેહ ધારણ કરે છે. અને અનેક રીતે સુખ દુઃખને તે ભેગવે છે. ' એ તમામ કર્મોનો જ્યારે ક્ષય થાય છે, ત્યારે જ જીવ અમરત્વને પામે છે. પછી નથી તેને મરવાનું રહેતું. નથી તેને જનમવાનું રહેતું.' કેવળી ભગવંતે કર્મનું મહાસ્ય સમજાવતાં હતા, ત્યાં જ ભીમસેને ઊભા થઈ વિનયભાવથી બે હાથ જોડી કહ્યું : - “હે પ્રભે! આ જન્મ પામીને મેં ઘણાં જ દુઃખ સહન કર્યા છે. સુખ પણ તેટલું જ ભેગવ્યું છે. રાજકુળમાં જન્મ્યા હોવા છતાં પણ મારે જંગલ જંગલ ભટકવું પડયું છે. ભૂખે રીબાવું પડયું છે. ટાઢે થથરવું પડયું છે. અપમાન અને અવહેલના સહન કરવી પડી છે. ' પ્રભો! આમ શાથી બન્યું હશે ? આ ભવે તે મેં એવા કોઈ જ અશુભ કર્મનું આચરણ નથી કર્યું. તે હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust