________________ 352 ભીમસેન ચરિત્ર કોઈ દેવ કૌતુકથી આ સમદ્રમાં પૂર્વ દિશામાં ગાડીના ધુંસરી નાંખે અને પશ્ચિમ દિશાએ તેની ખીલી નાંખે. આવડા મોટા સમુદ્રના જલતર વચ્ચે એ ખીલી શું ધુંસરીમાં પેસે ખરી ? કદાચ દૈવગે તે ખીલી પિતાની મેળે પ્રવેશ કરે પણ ખરી. ' પરંતુ પુણ્યહીન માણસ એકવાર આ માનવભવ ગુમાવી બેસે છે, તે તે કદી પાછી મેળવી શકતો નથી. : - + + + એક દેવે માણિકના બનાવેલ એક સ્થંભનું તેણે બારીક ચૂર્ણ કર્યું, એ ચૂર્ણને તેણે એક નળીમાં ભર્યું. એ નળી લઈ તે મેરૂ પર્વતના ઊંચામાં ઊંચા શિખર ઉપર ગચો. ત્યાં જઈ તેણે નળીને જોરથી ફૂંક મારી અને બધું જ ચૂર્ણ ઉડાડી મૂકયું. માણિકના પરમાણે પરમાણુ ચારેય દિશામાં વેરાઈ ગયો. - હવે તેના તે જ પરમાણુને ભેગા કરી, ફરીથી હતા તેવો ને તે માણિકને થંભ બનાવવાનું તેને કહેવામાં આવે તો શું ફરીથી એ સ્થંભ તે બનાવી શકે ખરા? શું એ શક્ય છે ખરું? તે જ રીતે એકવાર મળેલા માનવભવને ગમે તેમ વેડફી દેવાથી ફરી પાછો મેળવી શકાતો નથી. આ પ્રમાણે માનવભવ અતિ દુર્લભ છે. એકવાર જે ફરીથી આ રથભ બનાવાર ફરીથી હવે શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust