________________ 354 ભીમસેન ચરિત્ર સેવે છે. તે મુખ માણસ આ માનવભવને હારી જાય છે. અને જે મૂર્ખ માણસ સ્વર્ગના દ્વાર ઉઘાડનાર એવા ધર્મનું સેવન કરતો નથી, તે વૃદ્ધાવસ્થાથી પીડાતો પસ્તાવો કરતો શોકાગ્નિથી બળે છે. ભળે ! ગુરુ વચનમાં દઢ શ્રદ્ધા રાખો. ગર્ભાવાસના દુઃસહ્ય દુખોને યાદ કરે. એવાં દુઃખે વારંવાર સહન ન કરવાં પડે, તે માટે પ્રમાદનો ત્યાગ કરે. કારણ મૂર્ખાઓનો સમય પ્રમાદમાં જ જાય છે. તેઓ વ્યસન અને વાસનામાં જ જીવન બરબાદ કરી નાંખે છે. જ્યારે તત્ત્વજ્ઞાનીઓ, સુજ્ઞ જનો અને વિચારશીલ આત્માએ પિતાને સમય આત્મ વિચારણામાં, શુભ કાર્યોમાં પસાર કરે છે. મૂર્ખાઓનું જીવન ઘેરવામાં ને ઝઘડવામાં જાય છે, જ્યારે ધર્મને સમજેલા આત્માઓનું જીવન આત્મકલ્યાણમાં જ વ્યતીત થાય છે. આ લેકમાં જે જે માણસ જમ્યા, તે તે મૃત્યુને વશ થયા છે. કોઈ આ પૃથ્વી ઉપર અમર નથી રહ્યું. પરંતુ જેઓ ધર્મમાર્ગમાં હંમેશાં આસક્ત છે, તેઓને જન્મ જ સફળ થયેલ છે. તેઓનું જીવન જ પ્રશંસનીય છે. ભવ્ય ! યાદ રાખે. જેઓની સમ્યકત્વ ગુણથી શોભતી બુદ્ધિ જિન ભાષિત શાસ્ત્રોમાં સ્થિર રહે છે, તેઓ જ આ ભવ સમુદ્રને પાર કરી શકે છે. તેમાં જરાય સંશય નથી. પરંતુ જેઓ બુદ્ધિનો ઉપયોગ માત્ર વાગૂછટામાં, વાતોના તારક માત્રામાં છે અને નીચે છે... . -- .> > Bo P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust