________________ ગુરૂની ગરવી વાણી 353 તેને યથાર્થ ઉપયોગ કરી લેવામાં ન આવે. આ ભવમાં પુણ્યને સંચય કરી તેને સાર્થક કરવામાં ન આવે, તે આ માનવભવ કયારેય પાછો મળતો નથી. માટે હે પુણ્યશાળી આત્માઓ! ધર્મનું આરાધન કરી, ધર્મમાં રાતદિવસ રત બનીને તમે તમારા માનવજન્મને સાર્થક કરે. - કારણ જયાં સુધી આ શરીર સ્વસ્થ અને રોગરહિત છે. વૃદ્ધાવસ્થા આવી નથી, પાંચે ઈનિદ્રો હજી બરાબર કામ આપે છે, અને આયુષ્યનો અંત થ નથી ત્યાં સુધી સુજનોએ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. ઘર બળવા લાગ્યું હોય અને કૂવો ખોદી તેને હોલવવા જવું, એ તે મૂર્ખાઈ જ ગણાય ને ? કયે ડાહ્યો પુરુષ તેમ કરે ? તેમ જ્યારે શરીર રોગથી ઘેરાઈ ગયું હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને સંભળાતું ન હોય, પગ અને હાથ ધ્રુજતા હોય, સ્થિરપણે ન ઊભા રહેવાતું હોય, કે ન બેસાતું હોય અને મૃત્યુ નજદીકમાં જ જણાતું હોય ત્યારે શું આત્મકલ્યાણ તમારાથી થઈ શકવાનું છે ખરું? માટે ભવ્યો ! અત્યારથી જ જાગ્રત બને. પ્રમાદનો ત્યાગ કરે. આત્મધર્મનું આરાધન કરે. આયુષ્ય તે પાણીના બૂદ જેવું અસ્થિર છે. પરપોટા જેવું તે ક્ષણિક છે. અને રાજયાદિક વૈભવ તો વીજળીના ચમકારા જેવા છે. આમ જે સમજતો નથી અને પ્રમાદને ભી. 23.AC. Gunratnasuri M.S. Tu Jun Gun Aaradhak Trust