________________ 365 આચાર્યશ્રી હરિપેણ સૂરિજી ભાવપૂર્વક વિધિસહ વંદના કરી. અને ધર્મોપદેશ સંભળાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને મેઘસમ ગંભીર નાદે ધર્મદેશનાની શરૂઆત કરી : ‘આ સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓ માટે સમ્યફૂત્વ ધમ નૌકા સમાન છે. આ સંસારથી ભય પામતાં એવા પાપભીરુ આત્માઓએ હમેશા શુભ અને શુદ્ધ મનથી સમ્યકત્વ ધર્મની આરાધના કરવી જોઈએ. ભવ્ય ! આત્માની વિશુદ્ધિ માટે શ્રી જિનેશ્વર ભગવંતે બાર ભાવના બતાવી છે. આ બારે ભાવનાઓ નિત્યપણે ભાવવાથી દુરંત એવા સંસાર સમુદ્રને તરી જવાય છે. . હે મૂખ! તું સંસારના સુખોની ચાહના કેમ કરે છે? એ સુખો તો વિનશ્વર છે. બીજના ઝબકારા જેવા ક્ષણિક અને ચંચળ છે. સંસારના ભોગ વિલાસે સમુદ્રના જળ તરંગ સરીખા છે. તેને કોઈ અંત જ નથી. તેમાં ચ કયારેય તૃતિ મળતી જ નથી. આથી હે જીવ! સંસારની જડ રૂ૫ એવા મોહને ત્યાગ કર. માયાને ભયાનક વિષ સમાન જાણું. અને વિલાસોને વિપત્તિનું મૂળ જાણ. આ રીતે હે ભવ્યાત્માઓ ! તમે અનિત્ય ભાવનાને ભાવે. મહાનુભાવો ! આ સંસારમાં પ્રાણીઓને મોક્ષ સુખ આપનાર શ્રી જિનેશ્વર ભગવંત સિવાય અન્ય કોઈ શરણ નથી.