________________ 342 ભીમસેન ચરિત્ર જોતાં જ તેને એકદમ પિતાની નજદીક બેસાડી ઘણુ બધા પ્રશ્નો રાણીએ પૂછી નાંખ્યા. - દાસીએ કહ્યું : “શ્રીધર નામના સાર્થવાહને એ પુત્ર છે. લલિતાંગ તેનું નામ છે.” આટલે પરિચય આપી પછી પોતે જે પેજના કરી હતી તે બધી સવિસ્તર કહી. રાણી દાસીની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગઈ અને તેને પિતાની વીંટી ભેટ આપી દીધી. કૌમુદી મહોત્સવની રાતે દાસીની ચેજના મુજબ લલિતાંગ રાણીના અંતઃપુરમાં આવ્યો. આવીને એ રાણીની સામે બેઠે. રાણીએ તેને વાસનાને ઉત્તેજે તેવાં મિષ્ટાને ખવડાવ્યાં. તેવું પીણું આપ્યું ને વાત પણ તેવી જ કરવા લાગી. લલિતાંગ પણું રાણીને જોઈ ભાન ભૂલી ગયે. તેના રૂપમાં એ લુબ્ધ બન્યો. કહ્યું છે કે, વિષયેના વિચારથી સંગની ઈચ્છા થાય છે. સંગ થવાથી કામ ઉત્પન થાય છે. કામથી કોધ પ્રગટે છે. ક્રોધથી સંમેહ જન્મે છે. સંમોહથી સ્મૃતિ ભ્રમ થાય છે. સ્મૃતિ ભ્રમથી બુદ્ધિને ક્ષય થાય છે. અને બુદ્ધિ ક્ષય થવાથી સર્વનાશ થાય છે. લલિતાંગની પણ દશા એવી જ થઈ રહી હતી. બુદ્ધિને ગીરવે મૂકી એ રાણે સાથે આનંદથી વિલાસને માણી રહ્યો હતો. રાણું પણ તેમાં તલ્લીન બની ગઈ હતી. બેયમાંથી કેઈને કશાયનું ભાન રહ્યું ન હતું. આ દુનિયામાં જાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust