________________ ભીમસેન ચરિત્ર પણ થાય શું? રાજાના કર મોતે મરવું તેના કરતાં આ ગંદકી સહન કરવી સારી. એમ વિચારી એ આખી રાત તેમાં પડી રહ્યો. ને ત્યાં પડ પડયે વિચારવા લાગ્યા. અરર ! આજ મેં મારી કેવી દશા કરી મૂકી ! કયાં મારી બુદ્ધિ! કયાં મારુ રૂપ! ને મેં ક્યાં આ સાહસ કર્યુ! વળી કયાં આ કુબુદ્ધિ કરી? રાણીના રૂપમાં હું લુખ્ય ન બન્યો હોત, તેની સાથે ભેગવિલાસમાં હું રત ન બન્યું હોત, તો આજ મારી આવી દશા થાત ખરી ? . હે પ્રભે! હું ફરીથી હવે આવી ભૂલ કદી નહિ કરું. કયારેય કોઈ પરસ્ત્રી સામે કુદષ્ટિથી જોઈશ નહિ. તેના વિષ વિચાર કરીશ નહિ. આખી રાત તે આમ પડે રહ્યો, બીજે દિવસ ઉ. પણ રાણી તો સાવ ભૂલી જ ગઈ હતી, કે તેના દિલનો ચોર સંડાસના ખાડામાં પડે છે. એ તો તેના જીવનમાં મસ્ત બની ગઈ. - લલિતાંગથી તો બહાર નીકળાય તેમ ન હતું. કારણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જ તેને દેખાતો ન હતો. અને અંદર રહેવાનું પણ સહન થાય તેમ ન હતું. અધૂરામાં પૂરું સવાર પડતાં જ એ ખાડામાં વિષ્ટા ને એઠાં ધાન વગેરે પડવા લાગ્યાં. લલિતાંગ તો આ વેદનાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ગયો. કેટલોક સમય ગયા બાદ એ ખાડાનો માર્ગ કેઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust