________________ 346 ભીમસેન ચરિત્ર વધુ વિહવળ બનાવે છે. પાપમાં દોરી જાય છે, પાપ કરાવે છે. ને અંતે નરકના ખાડામાં જીવને પડવું પડે છે. રાજાને સાક્ષાત્ મૃત્યુ જાણે. તેનાથી જીવ ડરે છે અને તેનાથી ગભરાયેલો જીવ ગમે ત્યાં કૂદી પડે છે. જે વિષ્ટાનો ખાડે હતું તે ગર્ભવાસ છે. જીવ ત્યાં નવ નવ માસ સુધી ઊંધા માથે રહે છે. વીર્ય ને પરસેવા વગેરેથી એ ગધાયેલું રહે છે. લલિતાંગના ખાડામાંથી બહાર નીકળવાના પ્રસંગને પ્રસવ જાણો. જીવ અનેક યાતના વેઠી માતાના ગર્ભમાંથી બહાર આવે છે. ધાત્રીને તમે પુણ્ય માન. પુણ્ય હોય તો એ સંવેગ મળે છે. સુખ ને સાહ્યબી મળે છે. ભવ્યાત્માઓ! ગર્ભાવાસનું દુઃખ ખરેખર અસહ્ય ને અકથ્ય છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે, કેળના ગર્ભ જેવું સુકોમળ શરીર હોય, એ શરીર ઉપર અગ્નિથી તપાવેલી લાલચળ અનેક એકી સાથે ભેંકવામાં આવે ને તેનાથી શરીરને જે વેદના થાય, રોમેરોમમાં જે લાય બળે, અંગે અંગમાં જે બળતરા, કષ્ટ થાય તેના કરતાં આઠ ઘણું વિશેષ . દુ:ખ ગર્ભમાં રહેલા જીવને થાય છે. અને પ્રસવ સમયના જીવને થતાં દુઃખની તે કઈ ગણત્રી જ નથી. અનંત દુઃખ તે સમયે જીવ અનુભવે છે. ભવ્ય! ગર્ભાવાસના આ દુઃખને સાંભળીને તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust