________________ 1. બાંધવ મેલડી 331 દેવસેન અને કેતુસેનને પણ સૌએ વધાવ્યા. અને બુલંદ સ્વરે સૌએ ભીમસેનના નામની ઠેરઠેર જયઘોષણા કરી. સુહાગણેએ વધાઈના ગીત ગાયાં. ભાટ ચારણોએ સ્તુતિ કરી. પુરોહિતેએ અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. આમ વાજતે ગાજતે સૌ રાજમહેલમાં આવ્યા. બીજે દિવસે રાજસભામાં ભીમસેન મુખ્ય સિંહાસન ઉપર આરૂઢ થ. એ દિવસે તેણે અનેક બંદીજનોને મુક્ત કર્યા. ઘણા બધા અનુચને તેમને એગ્ય પારિતોષકો આપ્યા. અનેકના કર અને મહેસુલ માફ કર્યો. . . - નગરના તમામ જિનચૈત્યમાં પૂજા ભણાવી. મુખ્ય દેરાસર અષ્ટાનિકા મહોત્સવ કરાવ્યું. કસાઈખાના બંધ કરાવ્યા. દીન અને ગરીબોને ભોજન આપવાનો પ્રબંધ કર્યો. તેમજ સારા ય નગરમાં ચેરી, દારૂ, માંસ, જુગાર, શિકાર, વેશ્યાગમન અને પરસ્ત્રીગમનની કડક બંધી કરવાનું ફરમાન કર્યું. આ ઉપરાંત અન્ય સ્થળે એ ઉપાશ્રયે, જિનચૈત્ય, સરવરે, ધર્મશાળાઓ બંધાવવાનો પ્રબંધ કર્યો. આ શુભ કામની જાહેરાત કરી ભીમસેને તે દિવસની રાજસભા બરખાસ્ત કરી. સભાજનોએ ભારે હર્ષનાદ પૂર્વક ભીમસેનને જયનાદ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust