________________ 334 - ભીમસેન ચરિત્ર સુવાસિત બની રહી છે ! કુસુમશ્રી ઉદ્યાનમાં પ્રાતઃસ્મરણીય, સંસારતારક, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા તેમના શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે ! - આચાર્ય ભગવંતની નજરમાં શું દિવ્ય તેજ છે! શું તેમની પ્રભાવી ને પ્રતાપી દેહયષ્ટિ છે! અંગેઅંગમાંથી જ્ઞાન અને ચારિત્ર્યનાં તેજ કિરણો જાણે ચમકે છે! શું તેમને ગંભીર સ્વર છે! - તેમના મુખમાંથી સરેલા એ શબદ “ધર્મ લાભ” હજી ય મારા કાનમાં ગૂંજે છે? મારા તે તેમના દર્શન માત્રથી સઘળા તાપ શમી ગયાં છે ! રાજન ! આપ પણ ભગવંતના દર્શનાર્થે પધારો. સંસા૨ આખે આપને સુવાસિત બની જશે.” “ઉદ્યાનપાલ ! તારા આ શુભ સમાચારથી મારું રમે રેમ હર્ષિત થઈ ઊઠયું છે. મારે મન મયૂર નાચી ઊઠે છે. લે, આ રત્નહાર ! તારી વધાઈને તને ઉપહાર ! હું અબઘડી ત્યાં આવી પહોંચુ છું. અને જે, આચાર્યશ્રીની પૂરેપૂરી આગતા સ્વાગતા કરજે. તેઓશ્રીને વિના પૂછે જ તેમને જોઈતી ને તેમને ખપે એવી તમામ ચીજ વસ્તુઓની સગવડ કરી દેજે. સંતની તારી સેવાનો લાભ મિશ્યા નહિ જાય.” જેવી આપની આજ્ઞા.” ઉદ્યાનપાલે રત્નહાર લઈ વિદાય લીધી. ભીમસે પણ આચાર્ય ભગવંતને વંદના કરવા જવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust