________________ 1 338 ભીમસેન ચરિત્ર બરાબર નજદીક આવ્યો ત્યારે તે તેનું એ રૂપ, તેને એ બાંધે, તેનું ગુલાબી વદન જોઈ ચંદ્રાવતી ભાન ભૂલી ગઈ. * તેના અંગેઅંગમાં કામ સળગી ઊઠશે. તેની આ તેને બાળવા લાગી. તેનું મન ચંચળ બની ગયું. તે એ યુવાનને ઝંખવા લાગી. મને મન જ તેણે નકકી કર્યું. આ યુવાનને હું મારે બનાવીને જ જંપીશ. ચંદ્રાવતી યુવાનના વિચારમાં એટલી બધી ઊંડી ઊતરી ગઈ હતી, કે તેને એ પણ ખબર ન પડી કે તેની બાજુમાં આવીને તેની દાસી કયારની ય ઊભી રહી છે. પણ દાસીએ રાણીની સમાધીમાં ભંગ ન પાડો. તે ચૂપચાપ ઊભી રહી અને રાણીના મનોભાવ વાંચવા લાગી. રાણીને જ્યારે ખબર પડી કે દાસી તેના હુકમની રાહ જોતી શાંત ઊભી છે ત્યારે તે બોલી : “અરે ! તું કયારે આવી ?" રાણજી! ઘણા સમયથી હું તો અહી ઊભી છું. તમને ઊંડા વિચારમાં ઊભેલાં જોઈ હું કંઈ બોલી નહિ.” દાસીએ કહ્યું. મારુ એક કામ ન કરે તું ?" રાણીએ ધીમા સ્વરે કીધું. એક શું? તમે કહે તેટલાં કામ કરી દઉં ? કહો, તે પેલા યુવાનને મેળવી આપું.” દાસીએ રાણીના કાન પાસે જઈને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust