________________ 339 ગુરૂની ગરવી વાણું “તને કેવી રીતે ખબર પડી કે હું એ યુવાનના વિચારમાં છું? ખેર, કંઈ નહિ. તું એ યુવાનને પત્તો મેળવી લાવ. અને હું તને એક પત્ર લખી આપું છું, તે તુ તેને આપી દેજે. રાણીએ સુચના કરી. અને જતાં જતાં કહ્યું : " જોજે. આ વાતની કોઈને જાણ ન થાય. ખૂબ જ સાવધાની અને ખબરદારીથી આ કામ કરજે.” સજજનો ! વિચાર કરજે. આ રાણી પરિણીતા છે. રાજરાણું છે. છતાં પણ પિતાના પતિ સિવાય બીજા પુરુષને ભોગવવા કામાંધ બની છે. દાસીને એ આ વાત તે ખાનગી રાખવા જણાવે છે. કારણ છે આ કર્મની રાજાને ખબર પડી જાય તે તે પોતાનું આવી જ બને. ભળે ! આ સંસારમાં ઘણું મોટા ભાગના માણસો આ રાણી જેવાં જ છે. પાપનો તેમને ડર નથી હોતો. પાપથી પકડાઈ જવાનો જ તેમને ડર હોય છે. ખરું જોતાં તે માણસે પાપથી જ ડરવું જોઈએ. પાપકર્મનો વિચાર કરતાં જ ભય લાગવો જોઈએ. પરન્ત આવું ભાગ્યે જ બને છે. માણસ પાપ જરૂર કરે છે, પણ એ પાપની કેદને જાણ ન થાય તે માટેની જ એ સાવધાની રાખે છે. પરંતુ આવું પાપ કયાં સુધી છૂપું રહી શકે ? કદાચ જગતથી તે છાનું રહી શકે પણ કર્મરાજાની આંખમાંથી એ અછતું રહે ખરું? દાસી પણ આવા કામ કરવામાં કુશળ હતી. રાણીને પત્ર લઈ એ યુવાનના મહેલે ગઈ, યુવાનને મળી. તેને પરિચય કેળવ્યો અને તેને વિશ્વાસમાં લઈ દાસીએ રાણીનો પત્ર આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust