________________ બાંધવ બેલડી 329 : ઊઠે, હરિપેણ ! ઊઠે. તમારો આત્મા રડી રહ્યો છે એ જ ઘણું છે. બહારના આંસુને લૂછી નાખો અને એ કડવી યાદને ખંખેરી નાંખો. કારણ આપણે સૌ વકર્માધીન છીએ. કર્માને એ મંજુર હશે કે તમને અમારા દુઃખના નિમિત્ત બનાવ્યા. પણ તેથી શું? અમારે અમારા કર્મો ભેગવે જ છુટકો થાત. જે થયું તે સારું થયું એમ સમજે. અમને અનેક પ્રકારના, અનુભવ મળ્યા. જાતજાતના માણસે, વિવિધ દેશને તેથી અમને પ્રત્યક્ષ અનુભવ થશે. કર્મની લીલાને અમે પરચે છે. તમારા અશુભ ઈરાદાથી અમને તે શુભ જ થયું છે. સુખ, દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે. તેમાં તમારે શું વાંક ? ઊઠે ! સ્વસ્થ બને અને તમારા વડીલ બંધુના કામમાં મદદ કરે. સુશીલાએ દીયરને ભૂતકાળ ભૂલી જવા સમજાવ્યું. દેવસેન અને કેતુસેને પણ કાકાને પ્રેમથી બોલાવ્યા. બંને કાકાને પગે લાગ્યા. પૂજ્ય કાકા ! આપ તો સુજ્ઞ છે, વિદ્વાન છે, શુરવીર છે. તમારા જેવા ભડવીર જે આમ રડશો તો પછી અમારા જેવા નાના બાળનું શું થશે ? હવે તે તમે જ અમારા જીવન ઘડયા છે. અમને રાજની તાલીમ આપો. રાજધુરાને એગ્ય એવા સંસ્કારનું અમારામાં સિંચન કરો.” . સૌને વાત્સલ્યભાવ અને નેહ જોઈ હરિષણનું સંતપ્ત અને પાપના ભારથી પીડાતું હૈયું શાંતી અનુભવવા લાગ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust