________________ 328 ભીમસેન ચરિત્ર નિમિત્ત માત્ર છે. અમારા જ કઈ અશુભ કમો નું એ પરિણામ હતું. નહિ તે એવું બને જ કયાંથી ? અને આજ તને તારા દુષ્કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો છે, એ જ શું બસ નથી ? પાપ તે ઘણું કરે છે. પણ પાપથી પસ્તાનારા આ જગતમાં ઘણું જ ઓછા છે. - જે દિવસે તને તારા પાપનું ભાન થયું, એ જ દિવસથી તારું પાપ તો ધોવાતું ચાલ્યું છે. રોજ રોજ તેના માટે આત્મ સાક્ષીએ માફી માંગી એ પાપને તે તે કયારનું ય હળવું કરી નાંખ્યું છે. - તારી બધી જ વિગત મને મંત્રીઓએ જણાવી છે, તું હવે સ્વસ્થ બન. તું નિરપરાધી છે. નિર્દોષ છે. * ગઈ ગુજરી હવે વિસરી જા. નવા પ્રભાતનું નવી તાકાતથી સ્વાગત કર. આ મારા પડખોપડખ ઊભો રહે. રાજની આબાદી કર. જૈન શાસનની પ્રભાવના કરવામાં મને સાથ દે. તારા ભત્રીજાને રાજધુરાની તાલીમ આપ. જા, તેમને વહાલથી બોલાવ. તારા ભાભીને પણ પ્રેમથી પગે લાગ; જા, તને મળવા એ અધીરા બની રહ્યાં છે. ભીમસેન બોલ્યો. “ભાભી ! ભાભી ! મને માફ કરે ! માફ કરે ! સુશીલાના પગમાં પડતાં હરિષણ રડતાં રડતાં બોલી ઊઠી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust